ઑમિક્રૉન: હોમ ટેસ્ટ કિટ ખરીદનારા પર નજર રાખશે બીએમસી

13 January, 2022 06:34 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

BMC એ કહ્યું કે ફૂડ તેમજ ડ્રગ ડિપાર્ટમેન્ટને પત્ર લખીને મુંબઈના બધા કેમિસ્ચને કોવિડ-19ની હોમ કિટ ખરીદનારાના ડેટા એકઠા કરવા અને શૅર કરવા માટે કહેશે.

ફાઇલ તસવીર

બૃહ્ન્મુંબઈ નગર નિગમ (BMC) કહ્યું કે તે ખાદ્ય તેમજ ઔષધિ પ્રશાસનને પત્ર લખીને મુંબઈમાં બધા કેમિસ્ટોને એ જણાવવા માટે કહેશે કે તે કોવિડ-19ના હોમ ટેસ્ટ કિટની ખરીદી કરનારાનો ડેટા એકઠો કરે અને શૅર કરે.

બીએમસીનો ઇરાદો વ્યક્તિઓ પાસેથી તેમના પરિણામને સમજવા માટે સંપર્ક કરવાનો છે, જ્યારે તે કેમિસ્ટ પાસેથી માહિતી પ્રાપ્ત કરે છે. આ નિર્ણય તેમની ચિંતાઓની પૃષ્ઠભૂમિમાં આવ્યો છે કે મોટી સંખ્યામાં કેસ નોંધવામાં નથી આવ્યા, કારણકે અનેક લોકો હોમ ટેસ્ટિંગ કિટનો ઉપયોગ કર્યા પછી પોતાના ટેસ્ટ રિઝલ્ટનો ખુલાસો નથી કરી રહ્યા.

બીએમસી અધિકારીઓએ દાવો કર્યો છે  કે મહિનાના પહેલા 10 દિવસોમાં શહેરમાં કોરોનાવાયરસ માટે લગભગ 3,00000થી 350000 હોમ ટેસ્ટિંગ કિટનો પૂરવઠો કરવામાં આવ્યો હતો. પણ, ઘરે ટેસ્ટિંગ કિટનો ઉરયોગ કરનારા લગભગ 98,000 લોકોના પરિણામ નાગરિક પ્રાધિકરણને જણાવવામાં આવ્યા છે.

કાકાણીએ કહ્યું કે આ ડેટા મેળવ્યા પછી, બીએમસીના 24 વૉર્ડ વૉર રૂમ તે લોકોનો સંપર્ક સાધશે જેમના રિઝલ્ટ અજ્ઞાત છે. બીએમસી અધિકારીઓએ સ્પષ્ટ કર્યું છે કે કેવી રીતે કિટ ખરીદ્યાં પછી, લોકોને નિર્માતાના મોબાઈલ એપનો ઉપયોગ કરીને પોતાના રિઝલ્ટનો રિપૉર્ટ શૅર કરવા માટે કહેવામાં આવે છે.

નિર્માતા આને બદલે અધિકારીઓને આનો રિપૉર્ટ જણાવે છે, આ રીતે, જે લોકો એપ અપડેટ નથી કરતા, તેમનો સંપર્ક કરવામાં આવશે. રિપૉર્ટના આધારે, આ અનુમાન લગાડવામાં આવ્યું ચે કે અઠવાડિયાના અંત સુધીમાં બીએમસી ઇ-કૉમર્સ વેબસાઇટ પર પણ હોમ ટેસ્ટિંગ કિટ વેચનાર એક વ્યાપક પરિપત્ર જાહેર કરવાની શક્યતા છે.

Mumbai mumbai news coronavirus covid19 brihanmumbai municipal corporation