મુંબઈમાં નવા દરદી કરતાં સાજા થનારાની સંખ્યા બમણી

11 May, 2021 08:35 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મુંબઈમાં ગઈ કાલે ૫૪ દિવસ બાદ કોરોનાના કેસ બે હજારથી ઓછા નોંધાયા હતા. ગઈ કાલે શહેરમાં ૨૩,૦૬૧ ટેસ્ટની સામે કોરોનાના ૧,૭૯૪ નવા કેસ નોંધાયા હતા.

પ્રતીકાત્મક તસવીર

મુંબઈમાં ગઈ કાલે ૫૪ દિવસ બાદ કોરોનાના કેસ બે હજારથી ઓછા નોંધાયા હતા. ગઈ કાલે શહેરમાં ૨૩,૦૬૧ ટેસ્ટની સામે કોરોનાના ૧,૭૯૪ નવા કેસ નોંધાયા હતા. ગઈ કાલે મુંબઈમાં ૭૪ જણનાં મૃત્યુ થયાં હતાં જેમાં ૪૪ જણ સિનિયર સિટિઝન હતા. મુંબઈમાં ઇન્ફેક્શનનો પૉઝિટિવિટી રેટ જે એક સમયે ૨૮ સુધી પહોંચી ગયો હતો એ ગઈ કાલે ઘટીને ૭.૭૭ થઈ ગયો હતો. મુંબઈમાં રિકવરી રેટ પણ હવે ૯૧ ટકા સુધી પહોંચી ગયો છે. ગઈ કાલે શહેરમાં નવા દરદીઓની સામે બમણી સંખ્યામાં કોરોનાના દરદીઓ સાજા થઈને પોતાના ઘરે ગયા હતા. ૩,૫૮૦ દરદીઓએ ગઈ કાલે કોરોનાને માત આપી હતી. ગઈ કાલે બે મહિના પછી ધારાવીમાં પણ કોરોનાના કેસ સિંગલ ડિજિટમાં એટલે કે ૯ કેસ નોંધાયા હતા. ગઈ કાલે રાજ્યમાં ૩૧ માર્ચ પછી પહેલી વાર કોરોનાના નવા કેસનો આંકડો ૪૦,૦૦૦ની અંદર રહ્યો હતો. મહારાષ્ટ્રમાં ૩૭,૨૩૬ નવા કેસ નોંધાતાં પ્રશાસને થોડો રાહતનો શ્વાસ લીધો હતો. દરમ્યાન, એક એનજીઓએ કરેલા સર્વેમાં ૮૩ ટકા લોકોએ મુંબઈ સહિત નિયંત્રણો ૩૧ મે સુધી ચાલુ રાખવાનું કહ્યું હતું, જ્યારે ૪૩ ટકા લોકોએ ધંધાને ઓછી અસર પહોંચે એ માટે તમામ વસ્તુઓની હોમ ડિલિવરીની પરવાનગી આપવા કહ્યું હતું.

mumbai mumbai news coronavirus covid vaccine covid19 lockdown maharashtra