હવે મુંબઈના આ સ્ટેશન પર પણ ઊભી રહેશે ગાંધીનગર જતી વંદે ભારત એક્સપ્રેસ, જાણો વિગત

16 January, 2023 10:38 AM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

ગાંધીનગર-મુંબઈ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનનું કોમર્શિયલ ઓપરેશન ગયા વર્ષે શરૂ થઈ હતી. વંદે ભારત આ રૂટ પર માત્ર ચાર સ્ટેશન સુરત, વડોદરા અને અમદાવાદ સ્ટેશન પર જ ઊભી રહેતી હતી

પ્રતીકાત્મક તસવીર

ગાંધીનગર-મુંબઈ સેન્ટ્રલ વંદે ભારત એક્સપ્રેસ (Vande Bharat Express)ને હવે વધુ એક સ્ટોપેજ મળશે. વંદે ભારતનો સ્ટોપેજ લંબાવવામાં આવ્યો છે. હવે ગાંધીનગર-મુંબઈ સેન્ટ્રલ વંદે ભારત એક્સપ્રેસ બોરીવલી સ્ટેશન (Borivali Station) પર પણ રોકાશે. બોરીવલી સ્ટેશન પર તેના હોલ્ટને મંજૂરી આપવામાં આવી છે. તે જ સમયે, આ ટ્રેન રવિવારથી શનિવાર સુધી બુધવાર સિવાયના તમામ દિવસોમાં ચાલશે. આ ફેરફાર લોકોની સુવિધા માટે કરવામાં આવ્યો છે. રેલવે અને કાપડ રાજ્ય મંત્રી દર્શના જરદોષે ટ્વીટ કરીને આ જાણકારી આપી છે. ટ્વીટમાં તેમણે લખ્યું છે કે “મુશ્કેલી વિનાની મુસાફરી માટે ગાંધીનગર-મુંબઈ સેન્ટ્રલ વંદે ભારત એક્સપ્રેસ (Mumbai Central Vande Bharat Express)નું બોરીવલી સ્ટેશન પર સ્ટોપેજ મંજૂર કરવામાં આવ્યું છે, આ ટ્રેન હવે બુધવારથી શનિવાર સિવાયના તમામ દિવસોમાં ચાલશે.

અત્યાર સુધી વંદે ભારત આ સ્ટેશનોએ ઊભી રહે છે

ગાંધીનગર-મુંબઈ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનનું કોમર્શિયલ ઓપરેશન ગયા વર્ષે શરૂ થયું હતું. વંદે ભારત આ રૂટ પર માત્ર ચાર સ્ટેશન સુરત, વડોદરા અને અમદાવાદ સ્ટેશન પર જ ઊભી રહેતી હતી. પશ્ચિમ રેલવે દ્વારા 5 ઑક્ટોબર 2022ના રોજ સમયપત્રકમાં ફેરફાર કરવામાં આવ્યો હતો. તે મુજબ આ ટ્રેન રવિવાર સિવાય અઠવાડિયામાં છ દિવસ દોડે છે. તે સેમી હાઈ સ્પીડ ટ્રેન છે. આ દેશની ત્રીજી વંદે ભારત એક્સપ્રેસ છે. આ ટ્રેનમાં દરેક સીટની એલઇડી લાઇટિંગ અને ચાર્જિંગ પોઇન્ટની સુવિધા છે. હવે આ ટ્રેન બોરીવલી સ્ટેશન પર પણ ઊભી રહેશે. તે જ સમયે, તે બુધવાર સિવાય અઠવાડિયાના તમામ છ દિવસ ચાલશે.

આ પણ વાંચો: મુંબઈનો સૌથી ઠંડોગાર દિવસ બન્યો રવિવાર

આ શહેરો વચ્ચે આઠમી વંદે ભારત ચાલશે

દેશને વધુ એક વંદે ભારત એક્સપ્રેસ મળવા જઈ રહી છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી 15 જાન્યુઆરીએ આઠમા વંદે ભારતને ફ્લેગ ઑફ કરશે. આ વખતે સિકંદરાબાદથી વિશાખાપટ્ટનમ રૂટ સુધી વંદે ભારતની આ ભેટ મળી છે. વંદે ભારત ટ્રેન 15 જાન્યુઆરીથી સિંકરાબાદ-વિશાખાપટ્ટનમ વચ્ચે દોડશે. આ ટ્રેન માત્ર 8 કલાકમાં 698 કિમીનું અંતર કાપશે. આ ટ્રેન સિકંદરાબાદથી ઉપડશે અને રાજમુન્દ્રી, વિજયવાડા, ખમ્મામ અને વારંગલ થઈને વિશાખાપટ્ટનમ પહોંચશે. આવતી કાલે આ ટ્રેનને ફ્લેગ ઑફ કરવામાં આવશે. તે જ સમયે, સોમવારથી તેનું કોમર્શિયલ રન શરૂ થવાની ધારણા છે. આ ટ્રેન રવિવાર સિવાય અઠવાડિયામાં 6 દિવસ દોડશે. વંદે ભારત ટ્રેનની સ્પીડ 160 કિમી પ્રતિ કલાક હશે.

mumbai news vande bharat borivali mumbai mumbai central surat ahmedabad vadodara