હવે મુંબઈમાં કોરોનાનો ડબલિંગ રેટ બે વર્ષ કરતાં પણ વધારે

18 June, 2021 10:05 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મુંબઈમાં ગઈ કાલે ૨૯,૩૦૯ કોવિડ-ટેસ્ટ હાથ ધરાઈ હતી જેમાં ૬૬૬ નવા કોરોના પૉઝિટિવ કેસ મળી આવ્યા હતા.

કોરોના ટેસ્ટિંગ

મુંબઈમાં ગઈ કાલે ૨૯,૩૦૯ કોવિડ-ટેસ્ટ હાથ ધરાઈ હતી જેમાં ૬૬૬ નવા કોરોના પૉઝિટિવ કેસ મળી આવ્યા હતા. જોકે એ સામે ગઈ કાલે ૭૪૧ દરદીઓ સાજા થતાં તેમને રજા આપવામાં આવી હતી. કોરોના પૉઝિટિવ કેસનો અત્યાર સુધીનો કુલ આંક હવે ૭,૧૯,૧૭૯ પર પહોંચ્યો છે, જ્યારે એ સામે રિકવરીનો આંક ૬,૮૬,૮૬૬ પર પહોંચ્યો છે.  

મુંબઈમાં ગઈ કાલે કોરોનાને કારણે ૨૦ જણનાં મૃત્યુ થયાં હતાં, જેમાં ૯ વ્યક્તિ સિનિયર સિટિઝન (૬૦ વર્ષ કરતાં વધુ ઉંમર) હતી, જ્યારે ૭ વ્યક્તિ ૪૦થી ૬૦ની ઉંમરની હતી અને ૪ વ્યક્તિ ૪૦ વર્ષ કરતાં ઓછી ઉંમર ધરાવતી હતી. ૨૦ મૃતકોમાંથી ૧૦ પુરુષ અને ૧૦ મહિલા હતી. 

મુંબઈનો રિકવરી રેટ હાલમાં ૯૫ ટકા છે, જ્યારે ૧૦થી ૧૬ જૂન દરમ્યાન કોરોના પૉઝિટિવ કેસનો ઓવરઑલ ગ્રોથ રેટ ૦.૦૯ ટકા રહ્યો છે. મુંબઈમાં ગઈ કાલે પાંચ કરતાં વધુ કોરોના દરદી ધરાવતા ઍક્ટિવ કન્ટેનમેન્ટ ઝોન (ચાલીઓ અને ઝૂંપડાં)ની સંખ્યા ૧૮ હતી, જ્યારે સીલ્ડ સોસાયટીઓની સંખ્યા ૮૧ હતી. કોરોનાનો ડબલિંગ રેટ પણ હવે ૭૩૪ દિવસ થઈ ગયો છે જે સારી વાત છે. 

mumbai mumbai news coronavirus covid19 maharashtra