હવે મુંબઇમાં જ ખબર પડી શકશે કોરોનાનું બદલાતો સ્વરૂપ

04 August, 2021 12:03 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

અહીં તે દર્દીઓના સેમ્પલની જીનૉમ સિક્વેન્સિંગ કરશે, જે ઘણાં દિવસોથી કોરોનાથી પીડિત છે. લૅબમાં ઉક્ત પદ્ધતિથી ક્રિટિકલ દર્દી કે પછી તે દર્દીઓના સેમ્પલની તપાસ કરવામાં આવશે. જ્યાંથી કોરોના કેસ વધારે મળી રહ્યા છે.

તસવીર સૌજન્ય સમીર માર્કન્ડે

અહીં તે દર્દીઓના સેમ્પલની જીનૉમ સિક્વેન્સિંગ કરશે, જે ઘણાં દિવસોથી કોરોનાથી પીડિત છે. લૅબમાં ઉક્ત પદ્ધતિથી ક્રિટિકલ દર્દી કે પછી તે દર્દીઓના સેમ્પલની તપાસ કરવામાં આવશે. જ્યાંથી કોરોના કેસ વધારે મળી રહ્યા છે.

કોરોનાના બદલાતા સ્વરૂપ એટલે કે નવા વેરિએન્ટનો ટેસ્ટ કરવાનું કામ હવે મુંબઇમાં જ થશે. કસ્તૂરબા હૉસ્પિટલમાં બનેલા જીનૉમ સિક્વેન્સિંગ મૉલિક્યુલર લૅબનું અનાવપણ આજે એટલે કે 4 ઑગસ્ટ, બુધવારે મુખ્યમંત્રી ઉદ્ધ ઠાકરે કરશે. આ લૅબના શરૂ થતાં જ હવે કોરોનાના બદલાતા સ્વરૂપની માહિતી બીએમસીને તરત મળી જશે.

કોરોનાના નવા વેરિએન્ટની માહિતી મેળવનારી મશીન ગુરુવારે સિંગાપુરથી મુંબઇ પહોંચી. યૂએસ બેઝ્ડ કંપની એલુમનિયાથી સીએસઆર હેઠળ મળેલી મૉલિક્યલર ટેક્નૉલૉજી મશીનથી મુંબઅમાં કોરોનાના બદાલાતા સ્વરૂપની માહિતી મેળવવાનું કામ લઈ શકાશે. બીએમસીના અતિરિક્ત આયુક્ત સુરેશ કાકાણીએ જણાવ્યું કે દરેક કોરોના દર્દીઓના સેમ્પલ જીનૉમ સિક્વેન્સિંગ નહીં કરવામાં આવે. હાલ, કસ્તૂરબા હૉસ્પિટલમાં આ લૅબનો ઉપયોગ બીએણસી રિસર્ચ તરીકે કરવાની છે.

એક લૉટમાં હશે 384 સેમ્પલની તપાસ
કાકાણી પ્રમાણે ઉક્ત મશીન એક લૉટમાં એકસાથે 384 સેમ્પલની તપાસ કરે છે. તેમણે જણાવ્યું કે એક લૉટ જમા થવા પર મશીનનો ઉપયોગ કરવામાં આવશે. એક ટેસ્ટ પર લગભગ 10 હજાર રૂપિયાનો ખર્ચ આવે છે. તેમણે જણાવ્યું કે મશીનની સાથે કંપનીએ 6,500 ટેસ્ટિંગ કિટ પણ આપી છે. આ ખતમ થયા બાદ ટેસ્ટિંગ કિટ પર આવના ખર્ચ બીએમસી વહન કરશે.

Mumbai mumbai news coronavirus covid19