મુંબઇમાં ફાઇવ સ્ટાર હોટેલ બનશે કોવિડ સેન્ટર, બનશે ત્રણ મોટી અસ્થાઇ હૉસ્પિટલ

12 April, 2021 05:10 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

કોરોના સંકટ વચ્ચે બૃહન્મુંબઇ નગર નિગમ (બીએમસી)એ સોમવારે ફૉર સ્ટાર અને ફાઇવ સ્ટાર હોટેલ્સને કોવિડ કેન્દ્રોમાં પરિવર્તિત કરવાનો નિર્ણય લીધો છે.

પ્રતીકાત્મક તસવીર

કોરોના સંકટ વચ્ચે બૃહન્મુંબઇ નગર નિગમ (બીએમસી)એ સોમવારે ફૉર સ્ટાર અને ફાઇવ સ્ટાર હોટલ્સને કોવિડ કેન્દ્રોમાં પરિવર્તિત કરવાનો નિર્ણય લીધો છે. સાથે જ, મુંબઇમાં ત્રણ મોટી અસ્થાઇ હૉસ્પિટલ પણ બનાવવામાં આવશે. અહીં પ્રમુખ પ્રાઇવેટ હૉસ્પિટલોના કર્મચારીઓને રાખવામાં આવે, જેથી નવા દર્દીઓને પર્યાપ્ત સંખ્યામાં સીસીસી2 ઉપલબ્ધ થઈ શકે. અહીં જરૂરિયાતમંદ દર્દીઓને રાખવામાં આવશે. બીએમસી પ્રમાણે, મુંબઇના વિભિન્ન હૉસ્પપિટલોમાં હવે 325  વધેલા આઇસીયૂ બેડ અને આઇસીયૂ બેડની સંખ્યા 2466 થઈ ગઈ છે, જ્યારે ઑનલાઇન ડેશબૉર્ડ પર કોવિડ બેડની કુલ સંખ્યા મુંબઇમાં બનાવવામાં આવશે ત્રણ મોટા અસ્થાઇ હૉસ્પિટલ 19,151 થઈ ગઈ છે, જેમાં 141 હૉસ્પિટલ સામેલ છે, જેમાં હાલમાં 3777 ડીસીએચસી તેમજ ડીસીએચ બેડ બાકી છે.

નગર આયુક્ત આઇએસ ચહલે કહ્યું કે દરેક હૉસ્પિટમાં 200 આઇસીયૂ બેડ સહિત 2000 બેડની ક્ષમતા હશે. સાથે જ, 70 ટકા બેડ માચે ઑક્સીજનની વ્યવસ્થા હશે. એક અઠવાડિયામાં બીએમસી 125 આઇસીયૂ સહિત અન્ય 1100 કોવિડ બેડ જોડશે. બે વૉર્ડમાં કામ કરવા માટે નોડલ અધિકારી નિયુક્ત કરવામાં આવશે. બપોરે ત્રણ વાગ્યે અને 11 વાગ્યે બીજા વૉર્ડમાં બધા બેડ મોટાભાગે જમ્બો માટે હશે. ફીલ્ડ હૉસ્પિટલ્સમાં દર્દીઓને તેમની મેડિકલ સ્થિતિનું પરીક્ષણ કર્યા પછી રાત માટે ફાસ્ટ-ટ્રેક બેડ આપવામાં આવ્યા છે. બીએમસી એ નક્કી કરશે કે દરેક જરૂરિયાતમંદ દર્દીઓને દિવસ સિવાય રાત દરમિયાન પણ ફાસ્ટ ટ્રેક પર બેડ મળે. આ તે લોકો પર પણ લાગૂ પડશે જે પોતાના કોવિડ ટેસ્ટ રિપૉર્ટની રાહ જોઇ રહ્યા છે અથવા જેમણે ટેસ્ટ નથી કરાવ્યો, પણ એ નકક્કી થઈ શકે કે મનુષ્ય જીવન બચાવી શકાય. આ બીએમસી વૉર્ડ રૂમને છેલ્લા દિવસે પરીક્ષણ કરવામાં આવેલા બધાં દર્દીઓને કૉલ કરવાની શરૂઆત કરવામાં મદદ કરશે અને આગામી સવારે બેડ માટે રાહ જોવાનો સમય 24 કલાકનો સમય ઘટાડી દેશે. ઘરમાંથી એકત્રિત કોવિડ પરીક્ષણોને સંસાધિત કરતી વખતે રોગીઓને પ્રાથમિકતા આપવી.

મુંબઇ, પુણે અને નાગપુર સહિત કેટલાય જિલ્લામાં કોરોનાના કેસ સતત વધતા જઈ રહ્યા છે. એવામાં પ્રદેશમાં તત્કાલ લૉકડાઉન લાગૂ પાડવાની આશા છે. અહીં, કોરોના વાયરસ વિરુદ્ધ રસીકરણ અભિયાનમાં મહારાષ્ટ્રએ એક કરોડ વેક્સીન મૂકી છે. રાજ્યના સ્વાસ્થ્ય વિભાગના એક વરિષ્ઠ અધિકારીએ આ માહિતી આપી. રાજ્યના પ્રધાન સચિવ (સ્વાસ્થ્ય) પ્રદીપ વ્યાસે એક નિવેદનમાં કહ્યું, "અમે આજે એક કરોડ ડૉઝ પાર કરી લીધા છે. આજે બપોર સુધી કુલ 1,00,38421 ડૉઝ આપવામાં આવ્યા." મળતી માહિતી પ્રમાણે એક કરોડ વેક્સીન લગાડનાર મહારાષ્ટ્ર દેશનો પહેલો રાજ્ય છે. અહીં ઉપલબ્ધિ એ માટે પણ જરૂરી છે કારણકે છેલ્લા કેટલાક દિવસથી વેક્સીનની અછતને લઈને રાજ્યના અનેક મંત્રી અને નેતા સવાલ ઉઠાવી ચૂક્યા છે. રાજ્યના સ્વાસ્થ્ય મંત્રી રાજેશ ટોપેએ કેન્દ્ર સરકાર પર મહારાષ્ટ્ર સાથે ભેદભાવ કરવાનો પણ આરોપ મૂકવામાં આવ્યો હતો. તેમણે કહ્યું હતું કે લોકસંખ્યા અને દર્દીઓની તુલનામાં મહારાષ્ટ્રને વેક્સીનના 1.10 કરોડ ડૉઝ આપવામાં આવ્યા છે. મહારાષ્ટ્ર સિવાય ફક્ત બે રાજ્યો ગુજરાત અને રાજસ્થાનને એક કરોડથી વધારે વેક્સીનના ડૉઝ આપવામાં આવ્યા છે.

Mumbai News Mumbai coronavirus covid19