મરાઠી નહીં તો એમેઝોન નહીં: રાજ ઠાકરે

09 December, 2020 08:52 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

મરાઠી નહીં તો એમેઝોન નહીં: રાજ ઠાકરે

ફાઈલ ફોટો

તાજેતરમાં જ એમએનએસના કાર્યકર્તાઓએ દિંડોશી સેશન્સ કોર્ટની બહાર એમેઝોન વતિના એડવોકેટ ઉપર હૂમલો કર્યો હતો એવામાં મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (એમએનએસ)ના વડા રાજ ઠાકરેએ ઈ-કોમર્સ કંપની એમેઝોનની એપમાં મરાઠી ભાષાનો ઉમેરો કરવાની માગ કરી છે.

ઓક્ટોબરમાં એમેઝોનના ટોચના અધિકારીઓને અને અન્ય ઈ-કોમર્સ કંપનીઓને એમએનએસ નેતા અખીલ ચિત્રેએ પત્ર લખીને મરાઠી ભાષાને સન્માન આપવાનુ કહ્યું હતુ, જે મહારાષ્ટ્રની અધિકૃત ભાષા છે. એમએનએસએ ધમકી આપી હતી કે જો એપ્સમાં મરાઠી ભાષાનો ઉમેરો કરવામાં આવે નહીં તો શહેરમાં ઈ-કોમર્સ કંપનીઓનું સંચાલન થવા દેવાશે નહીં.

કંપનીઓ તરફથી કોઈ પ્રતિક્રિયા ન આવતા પક્ષે ‘મરાઠી નહીં તો એમેઝોન નહીં’ ઝુંબેશ ચલાવી છે. એમએનએસ નેતા અખીલ ચિત્રેએ મુંબઈ મિરરને કહ્યું હતું કે, એમેઝોનની મુંબઈ ઓફિસની બહાર એમએનએસ કાર્યકર્તાઓ બેનએમેઝોનના પોસ્ટર લગાડ્યા છે. એમેઝોનની ટીમ અમને સહકાર આપી રહી નથી. આથી જો તેઓ મરાઠીને નહી રાખે તો અમે તેમને નહીં રાખીએ.

સોશ્યલ મીડિયામાં પણ લોકોએ એમેઝોન સામે વિરોધ નોંધાવતા એપ ડિલીટ કરી હતી.

 

maharashtra navnirman sena amazon