એન્ટિલીયા કેસઃ મુંબઈ પોલીસના પૂર્વ એન્કાઉન્ટર નિષ્ણાંત પ્રદીપ શર્માના ઘરે NIAના દરોડા

17 June, 2021 01:24 PM IST  |  mumbai | Gujarati Mid-day Online Correspondent

એન્ટિલીયા કેસ મામલે બઈ પોલીસના પૂર્વ એન્કાઉન્ટર નિષ્ણાંત પ્રદીપ શર્માના ઘરે એનઆઈએ દ્વારા દરોડા પાડવામાં આવ્યાં હતાં.

પ્રદિપ શર્મા ( ફાઈલ ફોટો)

મુકેશ અંબાણીની બિલ્ડિંગ એન્ટિલીયા નજીક આતંકવાદી કાવતરાની ખોટી સાજિશ કરવા બદલ મુંબઈ પોલીસના પૂર્વ એન્કાઉન્ટર નિષ્ણાંત પ્રદીપ શર્મા વિરુદ્ધ રાષ્ટ્રીય તપાસ એજન્સી (એનઆઈએ) એ કાર્યવાહી કરી છે. એનઆઈએની ટીમે આજે સવારે પ્રદીપ શર્માના ઘરે દરોડા પાડ્યા છે. આ મામલામાં એપીઆઈ સચિન વાઝે મુખ્ય ષડ્યંત્રકાર હતો. 

એપ્રિલ મહિના સુધીના કેસમાં પોલીસે શંકાસ્પદ મહિલા સાથે મુંબઈના ભૂતપૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહ, પૂર્વ એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ પ્રદીપ શર્મા અને 25 થી વધુ નાના-મોટા પોલીસકર્મીઓ સહિત ઘણાં ડીસીપીનાં નિવેદનો નોંધ્યા છે. આ કેસ મામલે કેટલીય વાર સચિન વાઝેને  હપતા આપનારા માલિકોની પણ પૂછપરછ કરવામાં આવી હતી.

 મળતી માહિતી મુજબ આ ષડ્યંત્રની શરૂઆત નવેમ્બર 2020માં જ થઈ હતી, પરંતુ  હજી સુધી કોઈ સંપૂર્ણ લિંક્સ મળી નથી, તેથી કંઇક નક્કર રીતે કહેવું મુશ્કેલ છે. લિંક્સને જોડવાનો એજન્સીનો પ્રયાસ ચાલુ છે. જેની પહેલી કડી 17 નવેમ્બરના રોજ ઔરંગાબાદથી ઇકો કારની ચોરી.  28 માર્ચે એનઆઈએને નદીમાંથી મળેલું સચીન વાઝેનું લેપટોપ અને એક જ નંબર ધરાવતી કારની બે પ્લેટો પણ મળી હતી. ત્યારે જાણવા મળ્યું કે તે  ચોરાયેલી ઇકો કારની નંબર પ્લેટ છે.  

આ કેસમાં ધરપકડ કરાયેલા સચિન વાઝે અને વિનાયક શિંદે માટે વસઈમાં એક ફાર્મહાઉસ એક મીટિંગ સ્થળ હતું. 24 ફેબ્રુઆરીની પહેલી મીટિંગમાં કાવતર ઘડવામાં આવ્યું હતું. આ મીટિંગમાં અન્ય લોકો પણ સામેલ હતાં, જેમના નામ હજી બહાર આવ્યાં નથી.  તે બેઠક બાદ જ ગુજરાતનું બનાવટી સિમકાર્ડનો જુગાડ કર્યો, જેથી કોઈ પણ તપાસ એજન્સી મોબાઇલ નંબર પરથી અસલી આરોપીઓ સુધી પહોંચી ના શક. નકલી સીમકાર્ડ મેળવનાર ઠક્કર નામના તે બુકીનું નિવેદન પણ નોંધાયું છે. એનઆઈએએ કોર્ટને જણાવ્યું છે કે બુકી નરેશ ગૌર પાસેથી એક ચીટ મળી છે, જેમાં 14 મોબાઇલ ફોન નંબર્સ લખેલા હતા. તેમાંથી 5 સીમકાર્ડ વાઝેને અપાયા હતા. બાદમાં આ જ ફોન નંબર્સનો ઉપયોગ આખા કાવતરાની યોજના બનાવવા માટે કરવામાં આવ્યો અને પછી 4 માર્ચની રાત્રે મનસુખ હિરેનને ફોન કરી બોલાવવામાં આવ્યો અને બાદમાં તેની હત્યા કરી તેના મૃતદેહને  મુમ્બ્રા રેટી બંદરમાં ફેંકી દેવામાં આવ્યો હતો.

mumbai mumbai news mumbai police