અખબારો સલામત છે, ખોટા ફોરવર્ડ્ઝ અને અફવાઓ નહીં

01 April, 2020 10:45 AM IST  |  Mumbai | Gujarati Mid-Day Online Correspondent

અખબારો સલામત છે, ખોટા ફોરવર્ડ્ઝ અને અફવાઓ નહીં

આપણી આસપાસ અચોક્કસતાનું જાળું ગુંથાઇ ગયું છે ત્યારે આપણને વધારે જરૂર છે સ્પષ્ટતાની. અખબારો આપણને આપે છે એ સ્પષ્ટતા અને માહિતી જે આધારભૂત અને વિશ્વસનિય સુત્રો સાથે ચોકસાઇ કરીને અને ફેક્ટ ચેક બાદ તૈયાર થતી હોય.વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન અનુસાર, “કોઇપણ સંક્રમિત વ્યક્તિને કારણે ઉપયોગી ચીજવસ્તુઓને પણ ચેપ લાગે તેમ થવાની શક્યતાઓ નહિવત છે અને કોઇ પણ પૅકેજ જે એક સ્થળેથી બીજે સ્થળે લઇ જવાયું હોય, તેણે સફર કરી હોય, જુદી જુદી સ્થિતિ તાપમાનનાં સંપર્કમાં આવ્યું હોય તેમાં ચેપ હોય તેવી સંભાવનાઓ પણ નહીં જેવી છે.”

કોરોના વાઇરસનાં રોગચાળા છતાં પણ વિશ્વમાં અખબારો છપાઇ રહ્યા છે, વહેંચાઇ રહ્યા છે, એ દેશોમાં પણ જ્યાં રોગચાળાની સૌથી વધુ અસર છે જેમ કે ચીન અને ઇટાલી.વાયરોલોજિસ્ટ જ્યોર્જ લોમોનસોફે BBC રેડિયોને સ્કૉટલેન્ડમાં જણાવ્યું કે, “અખબારો તો બહુ જ સ્ટરિલાઇઝ્ થયેલા હોય છે કારણકે તેનુ ઉત્પાદન અને છાપકામ જ એ રીતે થતું હોય છે.”પ્રિન્ટ અને ઇંક અખબારોને જંતુરહિત બનાવે છે. આ જ કારણે તો આપમે અખબારોમાં ભેળપૂરી અને વડાપાવ ખાઇએ છીએ,અને આપણે એમ વર્ષોથી કરતા આવ્યા છીએ.અખબારો સલામત છે, નકામા ફોરવર્ડ્ઝ અને અફવાઓ નહીં. કોરોનાવાઇરસ માટેનાં અધિકૃત સમાચારો માટે તથા મુંબઇ આ ચેપ સામે કેવી રીતે લડત આપી રહ્યું છે તે જાણવા માટે અખબારો પર આધાર રાખો. મિડ-ડે વાંચો, તમારા મુંબઇનું તમારું અખબાર.

mumbai maharashtra mumbai news national news