24 November, 2026 09:03 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
વર્સોવા પોલીસ-સ્ટેશનના કમ્પાઉન્ડમાં ગઈ કાલે સવારે ઝેરી કિંગ કોબ્રા સાપ દેખાયો હતો.
વર્સોવા પોલીસ-સ્ટેશનના કમ્પાઉન્ડમાં ગઈ કાલે સવારે ઝેરી કિંગ કોબ્રા સાપ દેખાતાં ગભરાટ ફેલાઈ ગયો હતો. તરત જ આ બાબતે સર્પમિત્ર વિકી દુબેનો સંપર્ક કરવામાં આવ્યો હતો. વિકી દુબેએ આવીને એ કિંગ કોબ્રાને કોઈ ઈજા ન થાય એ રીતે પકડીને પ્લાસ્ટિકની બૉટલમાં બંધ કરી દીધો હતો અને ત્યાર બાદ એને જંગલ વિસ્તારમાં સુરક્ષિત છોડી દીધો હતો. વર્સોવા પોલીસે આ માટે વિકીનો આભાર માન્યો હતો.