ઇસ્લામમાં મહિલાઓ મસ્જિદમાં બંદગી કરી શકે : મુસ્લિમ લૉ બોર્ડ

30 January, 2020 09:53 AM IST  |  New Delhi

ઇસ્લામમાં મહિલાઓ મસ્જિદમાં બંદગી કરી શકે : મુસ્લિમ લૉ બોર્ડ

ફાઈલ ફોટો

ઇસ્લામના કાયદામાં મહિલાઓને મસ્જિદમાં પ્રવેશ પર કોઈ પ્રતિબંધ નથી અને આ વિધાનના વિરોધાભાસી ફતવાઓની અવગણના કરવી જોઈએ એમ ઑલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લૉ બોર્ડે સુપ્રીમ કોર્ટને એક એફિડેવિટ દ્વારા જણાવ્યું હતું.
મુસ્લિમ પર્સનલ લૉ બોર્ડે મુસ્લિમ મહિલાઓ નમાઝ પઢવા માટે મસ્જિદમાં પ્રવેશ કરી શકે છે. જોકે તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે મુસ્લિમ પુરુષોની જેમ શુક્રવારે સામૂહિક નમાઝ પઢવી તેમના માટે ફરજિયાત નથી. મસ્જિદમાં મહિલાઓના પ્રવેશ પર જાહેર કરાયેલા પ્રતિબંધને ગેરકાનૂની અને ગેરબંધારણીય જાહેર કરવાની મહારાષ્ટ્રસ્થિત મુસ્લિમ યુગલે હાઈ કોર્ટને કરેલી પિટિશનને પગલે બોર્ડે ઉપરોક્ત એફિડેવિટ કરી હતી.

આવી રીતો વ્યક્તિગત રીતે મહિલાની ગરિમાને ઠેસ પહોંચાડવા ઉપરાંત તેમને આપવામાં આવેલા મૂળભૂત અધિકારોના ભંગ સમાન છે એમ પિટિશનમાં જણાવાયું હતું.

આ પણ વાંચો : પ્રેગનેન્સી અમેન્ડમેન્ટ બીલ 2020 મુજબ 24મા અઠવાડિયે ગર્ભપાત

પિટિશનમાં જણાવાયું હતું કે મુસ્લિમ મહિલાઓ જમાત-એ-ઇસ્લામી અને મુજાહિદ સંપ્રદાયની મસ્જિદમાં જ નમાજ અદા કરી શકે છે, પરંતુ તેમને સુન્ની સમુદાયની મસ્જિદમાં પ્રવેશ પર પ્રતિબંધ છે અને જો તેમને પ્રવેશ કરવાની મંજૂરી આપવામાં આવે તો પણ તેમના આવાગમન માટે અલગ દરવાજો હોય છે. ધાર્મિક માન્યતાઓના આધારે મહિલાઓનો પ્રાર્થના કરવાનો અધિકાર નકારી ન શકાય, એવા સુપ્રીમ કોર્ટના સબરીમાલા પરના ચુકાદાને અનુલક્ષીને આ પિટિશન કરવામાં આવી હતી.

new delhi islam national news