NEET-UG કાંડના આરોપીના કોચિંગ સેન્ટર પર લાગ્યાં તાળાં

21 May, 2026 09:19 AM IST  |  Latur | Gujarati Mid-day Correspondent

ગેરકાયદે બાંધકામ હટાવવા તોડકામ પણ કરવામાં આવ્યું

શિવરાજ મોટેગાવકરના પુણેમાં આવેલા કોચિંગ સેન્ટરના દરવાજા પર લગાવવામાં આવેલી નોટિસ.

લાતુરના રેણુકાઇ કરીઅર સેન્ટર (RCC)ના ડિરેક્ટર શિવરાજ મોટેગાવકરની નૅશનલ ​એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ–અન્ડરગ્રૅજ્યુએટ (NEET-UG) પેપર-લીક કાંડમાં સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI) દ્વારા ધરપકડ કરવામાં આવ્યા બાદ મંગળવારે ઉશ્કેરાયેલા વાલીઓ સહિત અન્ય લોકોએ લાતુરમાં વિરોધ-પ્રદર્શન કરીને ક્લાસના બોર્ડ પર કાળો રંગ લગાવી દીધો હતો. ત્યાર બાદ પુણેમાં આવેલી RCCની ડેક્કન બ્રાન્ચ પર કાર્યવાહી કરીને એને તાળાં લગાવી દેવામાં આવ્યાં હતાં. આ કાર્યવાહી પુણે મ્યુનિસિપલ કૉર્પોરેશન (PMC) દ્વારા કરવામાં આવી હતી. 
આ ઉપરાંત શિવરાજ મોટેગાવકરનાં ગેરકાયદે બાંધકામો પર બુલડોઝર ફેરવવાની કાર્યવાહી પણ આરંભાઈ હતી. ગેરકાયદે લગાવાયેલા પતરાના શેડ્સ પણ હટાવવામાં આવ્યા હતા. તોડકામ દરમ્યાન લોકોની ભારે ભીડ આ વિસ્તારમાં જોવા મળી હતી. ઉલ્લેખનીય છે કે દિલ્હીની રાઉઝ ઍવન્યુ કોર્ટે CBIને શિવરાજ મોટેગાવકરની ૯ દિવસની કસ્ટડી આપી છે અને તેના દીકરાની પણ આ કેસમાં મંગળવારે પૂછપરછ કરવામાં આવી હતી.

mumbai news mumbai latur maharashtra government maharashtra news maharashtra neet exam Crime News Education