NCPના વડા શરદ પવાર Covid-19 પૉઝિટીવ

24 January, 2022 04:02 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના (NCP) વડા શરદ પવાર (Sharad Pawar) કોરોના પોઝિટિવ (Covid-19 Positive) હોવાનું જાણવા મળ્યું છે. ટ્વીટ કરીને તેણે પોતાને ચેપ લાગ્યો હોવાની માહિતી આપી છે.

શરદ પવાર (ફાઇલ તસવીર)

રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના (NCP) વડા શરદ પવાર (Sharad Pawar) કોરોના પોઝિટિવ (Covid-19 Positive) હોવાનું જાણવા મળ્યું છે. ટ્વીટ કરીને તેણે પોતાને ચેપ લાગ્યો હોવાની માહિતી આપી છે.

શરદ પવારે પણ જણાવ્યું કે તેમની તબિયત કેવી છે. તેણે ટ્વીટમાં લખ્યું, `હું કોરોના સંક્રમિત છું. પણ ચિંતા કરવાની કોઈ વાત નથી. હું ડૉક્ટર દ્વારા સૂચવ્યા મુજબ સારવાર લઉં છું. જેઓ છેલ્લા કેટલાક દિવસોમાં મારા સંપર્કમાં આવ્યા છે, તેઓ પોતાની તપાસ કરાવે અને તમામ જરૂરી સાવચેતી રાખે.


રવિવારે મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના ચેપના 40,805 નવા કેસ નોંધાયા હતા, જે પછી કુલ કેસ વધીને 75,07,225 થઈ ગયા હતા. તેમણે કહ્યું કે છેલ્લા એક દિવસમાં રોગચાળાને કારણે 44 દર્દીઓના મોત થયા છે, જેનાથી રાજ્યમાં જીવ ગુમાવનારા લોકોની કુલ સંખ્યા 1,42,115 થઈ ગઈ છે.

અધિકારીએ કહ્યું કે આજે કોરોના વાયરસના ઓમિક્રોન સ્વરૂપ સાથે સંબંધિત કોઈ કેસ સામે આવ્યો નથી. તેમણે કહ્યું કે રવિવારે મુંબઈમાં ચેપના 2,550 નવા કેસ નોંધાયા હતા અને 13 દર્દીઓના મોત થયા હતા. અધિકારીએ જણાવ્યું કે હાલમાં રાજ્યમાં કોવિડ-19ના 2,93,305 દર્દીઓ સારવાર હેઠળ છે.
ભારતમાં, સોમવારે એક દિવસમાં કોવિડ-19ના 3,06,064 નવા કેસ નોંધાયા હતા, જે 241 દિવસમાં સૌથી વધુ છે. છેલ્લા 24 કલાકમાં ચેપને કારણે 439 લોકોના મોત થયા છે. જેમાંથી કેરળમાં 77 અને મહારાષ્ટ્રમાં 44 કેસ નોંધાયા છે.

Mumbai mumbai news sharad pawar maharashtra coronavirus covid19