નવી મુંબઈ, પનવેલને ફળ્યો ઑક્ટોબર : કોરોનાથી રાહત

03 November, 2020 12:05 PM IST  |  Mumbai | Anurag Kamble

નવી મુંબઈ, પનવેલને ફળ્યો ઑક્ટોબર : કોરોનાથી રાહત

પ્રતીકાત્મક તસવીર

નવી મુંબઈ અને પનવેલ નગરપાલિકાને ઑક્ટોબર મહિનામાં કોવિડ-19ના ચેપથી રાહત મળી છે. સંબંધિત મહિનામાં રોજના નવા કેસ તેમ જ મૃત્યુ દરમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે. હાલમાં કોવિડ-19ના નવી મુંબઈમાં ૧૭૫૮ જ્યારે કે પનવેલમાં ૬૯૬ પેશન્ટ સારવાર હેઠળ છે. ઑગસ્ટ અને સપ્ટેમ્બર મહિનામાં નવી મુંબઈ અને પનવેલમાં કોવિડ-19ના રોજના નવા કેસ અને ઍક્ટિવ કેસ તેમ જ મૃત્યુ દર સૌથી વધુ રહ્યાં હતાં. એક સમય એવો પણ આવ્યો જ્યારે આ બન્ને પાલિકાએ તેમના ગંભીર પેશન્ટને સારવાર માટે મુંબઈ મોકલવા પડ્યા હતા. જોકે ઑક્ટોબર મહિનામાં નવી મુંબઈમાં નવા કેસિસમાં લગભગ ૨૫ ટકાનો ઘટાડો નોંધાયો હતો જ્યારે કે પનવેલ પાલિકામાં નવા કેસ અગાઉના મહિનાથી ૪૦ ટકા ઘટીને ૪૨૭૬ જોવાયા હતા.
વધુમાં કોવિડ-19નાં લક્ષણો ધરાવતા પેશન્ટની સંખ્યામાં રોજેરોજ ઘટાડો નોંધાયો હતો. આમ આ બન્ને પાલિકામાં ઑક્ટોબર મહિનામાં મૃત્યુ દરમાં પણ વિશેષ વધારો નોંધાયો નથી.  
આંકડાની દૃષ્ટિએ કોરોના કાબૂમાં આવ્યો હોવાનું જોવા મળી રહ્યું છે, પરંતુ આગામી તહેવારોને ધ્યાનમાં રાખતાં આપણે ગફલતમાં ન રહેતાં માસ્કનો ઉપયોગ તેમ જ સોશ્યલ ડિસ્ટન્સિંગનાં ધોરણોનું પાલન કરવાનું કાયમ રાખવું જોઈએ એમ પનવેલ નગરનિગમના કમિશનર સુધાકર દેશમુખે જણાવ્યું હતું.

ઍક્ટિવ કેસ કેટલા? (પહેલી નવેમ્બર સુધી)
નવી મુંબઈ૧૭૫૮
પનવેલ ૬૯૬

રોજ કેટલા કેસ?
મહિનો પનવેલનવી મુંબઈ
ઑગસ્ટ ૪૯૮૨ ૧૦,૬૭૪
સપ્ટેમ્બર ૬૫૮૪ ૧૦,૫૨૬
ઑક્ટોબર ૪૨૭૬ ૭૮૧૭

મરણાંક કેટલો?
મહિનો પનવેલનવી મુંબઈ
ઑગસ્ટ ૧૧૬ ૧૭૦
સપ્ટેમ્બર ૧૪૧ ૧૬૨
ઑક્ટોબર ૧૨૬ ૧૫૪

anurag kamble mumbai mumbai news navi mumbai panvel