મુંબઈના એમ્પ્લૉયર્સ તેમના નવી મુંબઈના કર્મચારીઓને રહેવાની સુવિધા આપે

05 May, 2020 10:00 AM IST  |  Navi Mumbai | Anurag kamble

મુંબઈના એમ્પ્લૉયર્સ તેમના નવી મુંબઈના કર્મચારીઓને રહેવાની સુવિધા આપે

પ્રતિકાત્મક તસવીર

નવી મુંબઈમાં કોવિડ-19ના વધી રહેલા કેસને પગલે નવી મુંબઈ મ્યુનિસિપલ કમિશનરે ગયા અઠવાડિયે બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (બીએમસી)ને તેના કર્મચારીઓ શહેરમાં જ રહે એવી વ્યવસ્થા કરવા માટે જણાવ્યું હતું. નવી મુંબઈના પોલીસ-કમિશનરે સોમવારે જણાવ્યું હતું કે જો નોકરી માટે મુંબઈની મુસાફરી કરતા નવી મુંબઈના રહેવાસીઓને કારણે નવી મુંબઈમાં કેસ વધવાનું પ્રમાણ યથાવત્ રહેશે તો વહીવટી તંત્રએ એમ્પલૉયર્સને તેમના કર્મચારીઓને શહેરમાં રહેવા દેવાની ફરજ પાડવી પડશે.

નવી મુંબઈમાં કોરોનાના માત્ર સાત દિવસમાં ૧૮૦ કરતાં વધુ નવા કેસ નોંધાયા હતા, જેને કારણે એક જ અઠવાડિયામાં ડબલિંગ રેટ ૧૧ દિવસથી ઘટીને ૬ દિવસનો થઈ ગયો હતો. એનએમેમસીના જણાવ્યા પ્રમાણે છેલ્લા ૧૮૦ કેસમાંથી ૯૦ ટકા કેસ રોજ નવી મુંબઈથી મુંબઈની મુસાફરી કરતા અને જરૂરી સેવાઓમાં નોકરી કરનારા કર્મચારીઓ સાથે સંકળાયેલા છે.

નવી મુંબઈના પોલીસ-કમિશનર સંજય કુમારે સોમવારે ટ્વીટ કરી હતી કે જરૂરી સેવાઓ સાથે સંકળાયેલા તમામ લોકોને રોજ નવી મુંબઈથી મુંબઈની મુસાફરી ખેડીને પાછા આવવાનું બંધ કરવાની વિનંતી કરવામાં આવે છે. જો તમારી નોકરી અત્યંત મહત્ત્વની હોય તો જ મુલાકાત લેશો. તમારા એમ્પ્લૉયરને નજીકમાં તમારી રહેવાની સુવિધા ઊભી કરવાનું જણાવો અન્યથા તમે તમારા પરિવારને કોવિડ-19 તરફ ધકેલી રહ્યા છો. એક વ્યક્તિએ તેના પરિવારના ૧૪ સભ્યોને ચેપ લગાડ્યો હતો. જો આમ જ ચાલતું રહ્યું તો અમારે એમ્પ્લૉયરને કાર્યના સ્થળે રહેવાની ગોઠવણ કરવા માટે ફરજ પાડવી પડશે.

coronavirus covid19 mumbai navi mumbai anurag kamble