28 December, 2025 10:20 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
પનવેલના એક ગામમાં ક્રૂર હુમલાનો કિસ્સો સામે આવ્યો હતો. પ્રાથમિક અહેવાલો પ્રમાણે લિવ-ઇન પાર્ટનર સાથે રહેતા એક આદમીએ બેવફાઈની શંકામાં તેની પાર્ટનર અને પાર્ટનરની દીકરીને છરાથી ક્રૂર રીતે હુમલો કર્યો હતો. એ પછી તેણે પોતાનો જીવ લેવાનો પણ પ્રયાસ કર્યો હતો. આ હુમલામાં ત્રણેય જણ ગંભીર રીતે ઘાયલ થયાં હતાં. આરોપી આદમીની ઉંમર ૪૧ વર્ષ, તેની પાર્ટનરની ઉંમર ૪૨ વર્ષ અને દીકરીની ઉંમર ૧૯ વર્ષ હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે આપેલી માહિતી પ્રમાણે છેલ્લાં ચાર વર્ષથી લિવ-ઇન રિલેશનશિપમાં રહેતાં હોવા છતાં બન્ને વચ્ચે વારંવાર ઝઘડા થતા હતા.