નાશિક નજીક હૉલિડે સ્પેશ્યલ ટ્રેનનું પૈડું તૂટી જતાં બે કોચ ખડી પડ્યા

03 June, 2019 12:09 PM IST  |  નાશિક

નાશિક નજીક હૉલિડે સ્પેશ્યલ ટ્રેનનું પૈડું તૂટી જતાં બે કોચ ખડી પડ્યા

નાશિક નજીક હૉલિડે સ્પેશ્યલ ટ્રેનનું પૈડું તૂટી ગયું

બરૌનીથી મુંબઈ તરફ આવતી હૉલિડે સ્પેશ્યલ એક્સપ્રેસના બે ડબ્બા નાશિક નજીક આવેલા નાંદગાવ સ્ટેશન નજીક ખડી પડ્યા હતા. એક કોચનું પૈડું બટકી જવાને કારણે અકસ્માત થયો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. અકસ્માતમાં કોઈને ઈજા થઈ નહોતી. રવિવારે સવારે કોચ ખડી પડવાને કારણે મુંબઈ તરફ આવતી મેલ-એક્સપ્રેસનો વ્યવહાર સંપૂર્ણ રીતે ઠપ થઈ ગયો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર હૉલિડે સ્પેશ્યલ એક્સપ્રેસ બરૌનીથી મુંબઈ તરફ આïવી રહી હતી. નાશિકમાં નાંદગાંવ સ્ટેશન નજીક એક્સપ્રેસના બે ડબ્બા ટ્રૅક પરથી ખડી પડ્યા હતા. એક્સપ્રેસના એક ડબ્બાનું પૈડું બટકી જવાને કારણે ડબ્બા પાટા પરથી ખડી પડ્યા હોવાનું જાણવા મળ્યું હતું.

હૉલિડે સ્પેશ્યલ ટ્રેનના ડબ્બા નાંદગાંવ સ્ટેશન નજીક ખડી પડવાને કારણે મુંબઈ તરફ આવતી કામયાની, ઝેલમ, ઝારખંડ, હાટિયા એક્સપ્રેસ તેમ જ મુંબઈ તરફ આવતી તમામ ટ્રેનોને અસર થઈ હતી. દરમ્યાન હૉલિડે એક્સપ્રેસના ખડી પડેલા બન્ને ડબાને હટાવવામાં રેલવે પ્રશાસનને સફળતા મળી હતી છતાં મોડી સાંજ સુધી ટ્રેનવ્યવહાર પૂર્વવત્ થયો નહોતો.

આ પણ વાંચો : અકોલાની મેડિકલ કૉલેજમાં રૅગિંગના આરોપી ત્રણ વિદ્યાર્થીઓને રસ્ટિકેટ કર્યા

કસારા નજીક માલગાડીનું એન્જિન ખોટકાતાં ટ્રેનવ્યવહાર ખોરવાયો

કસારા નજીક માલગાડીનું એન્જિન ખોટકાવાને કારણે રવિવારે મધ્ય રેલવેનો ટ્રેનવ્યવહાર ખોરવાયો હતો. માલગાડીનું એન્જિન ખોટકાતાં કસારાથી ઊપડતી બન્ને ટ્રેનો અટકી હતી. કલ્યાણથી થાણે નજીક મધ્ય રેલવે દ્વારા સાડાચાર કલાકનો મેગા બ્લૉક હાથ ધરવામાં આવ્યો હતો, એમાં કસારા નજીક માલગાડીનું એન્જિન ખોટકવાને કારણે ઉતારુઓએ ભારે પરેશાની વેઠવી પડી હતી.

nashik mumbai mumbai news