બુલઢાણાની વિદ્યાર્થિનીઓને એક દિવસની ‘કલેક્ટર’ બનવાનો અવસર

05 March, 2020 07:43 AM IST  |  Nagpur

બુલઢાણાની વિદ્યાર્થિનીઓને એક દિવસની ‘કલેક્ટર’ બનવાનો અવસર

બુલઢાણા જિલ્લાના કલેક્ટર સુમન ચંદ્રા.

મહારાષ્ટ્રના બુલઢાણા જિલ્લાના વહીવટીતંત્રે જિલ્લા પરિષદની શાળાઓમાં ભણતી હોંશિયાર કન્યાઓેનો આત્મવિશ્વાસ વધારવા અને સારું પર્ફોર્મન્સ કરી શકે એ માટે એમને વારાફરતી આંતરરાષ્ટ્રીય મહિલા દિન, ૮ માર્ચ પૂર્વે ‘એક દિવસની કલેક્ટર’ બનવાનો અવસર આપ્યો છે. જિલ્લાનાં કલેક્ટર સુમન ચંદ્રાએ જણાવ્યું હતું કે એ વિદ્યાર્થિનીઓ એમના વહીવટી કામગીરીના અનુભવો આંતરરાષ્ટ્રીય મહિલા દિને વાંચીને કે વક્તવ્ય રૂપે વર્ણવશે.

ગઈ કાલે મલકાપુર તાલુકાની નવમા ધોરણમાં ભણતી કન્યા મારિયાને વસ્તીગણતરીના કામની સમજ કેળવવા કલેક્ટર ઑફિસની સેન્સસ મીટિંગમાં સામેલ થવાનું આમંત્રણ આપવામાં આવ્યું હતું.

અગાઉ પડોલી જિલ્લા પરિષદ સ્કૂલની વિદ્યાર્થિની પૂનમ દેશમુખને એક દિવસ માટે કલેક્ટરની કામગીરી સંભાળવાનો અવસર આપવામાં આવ્યો હતો. એણે ‘લોકશાહી દિન’ના કાર્યક્રમમાં હાજરી આપવા ઉપરાંત મીડિયા સાથે સંવાદ અને કમોસમી વરસાદની સ્થિતિનો ક્યાસ કાઢવાની કામગીરી કરી હતી.

nagpur womens day maharashtra