અદાણીનાં લાઇટ બિલની મોટી મોકાણ

05 June, 2019 07:41 AM IST  |  | રોહિત પરીખ

અદાણીનાં લાઇટ બિલની મોટી મોકાણ

અદાણીનાં લાઇટ બિલ

અદાણી ઈલેક્ટ્રિસિટી મુંબઈ લિમિટેડ જ્યારથી ઘાટકોપરના રહેવાસીઓને પાવર સપ્લાય કરતી થઈ છે ત્યારથી ઘાટકોપરવાસીઓના માઠા દિવસો શરૂ થઈ ગયા છે. રિલાયન્સ એનર્જીના સમયમાં ઇલેક્ટિÿસિટીનાં બિલ દર મહિને લોકોના ઘરે રેગ્યુલર પહોંચી જતાં હતાં, પરંતુ છેલ્લા ચાર મહિનાથી ઘાટકોપરની જનતાએ કલાકો સુધી ડુપ્લિકેટ બિલ લેવા માટે કતારમાં ઊભા રહેવું પડે છે. જો જનતા બિલ લેવામાં નિષ્ફળ જાય તો તેમણે કંપનીની ભૂલ હોવા છતાં બિલ પર લેટ ચાર્જ ભરવાની સજા ભોગવવી પડે છે.

ઘાટકોપર (વેસ્ટ)ના સંઘાણી એસ્ટેટમાં રહેતા સિનિયર સિટિઝન અશોક શાહે તેમની વ્યથા વર્ણવતાં ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘હું છેલ્લાં ૭૦ વર્ષથી આ વિસ્તારમાં રહું છું. અત્યાર સુધી મારું બિલ મને ઘેરબેઠાં મળી જતું હતું અને હું એ સમયસર ભરી દેતો હતો, પરંતુ છેલ્લા ૪ મહિનાથી મારી હાલત કફોડી બની છે. વષોર્થી મારી પત્ની ઑલમોસ્ટ પથારીવશ છે એને કારણે મારે તેની સેવા સાથે ઘરનાં કામ પણ કરવાનાં હોય છે. ત્યાર પછી હું નોકરી પર જાઉં છું. જોકે આ સંજોગોમાં મારું એક કામ હવે વધી ગયું છે. ઇલેક્ટ્રિસિટી બિલ લેવા પણ મારે અદાણીની ઈસ્ટમાં આવેલી ઑફિસમાં જવું પડે છે. ત્યાં મારી લાંબી કતારમાં ઊભા રહીને બિલ લેવું પડે છે. રિલાયન્સના સમયમાં અમને કુરિયર દ્વારા બિલ મળી જતું હતું, પણ હવે ઘેરબેઠાં મળતું નથી. બિલ લેવા ન જાઉં તો મારી ભૂલ ન હોવા છતાં મારે લેટ ચાર્જ ભરવો પડે છે. છેલ્લાં ૩૦ વર્ષમાં મારું બિલ ક્યારેય ૨૩૦૦ રૂપિયા નથી આવ્યું. હમણાં ચાર મહિનાથી મારું બિલ ૨૦૦૦ રૂપિયાની ઉપર આવવા લાગ્યું છે. મેં બન્ને બાબતની ફરિયાદ અદાણીની ઑફિસમાં લેખિતમાં કરી હોવા છતાં બિલ લેવા તો મારે જ જવું પડે છે જે અત્યંત ત્રાસદાયક છે.’

ઘાટકોપર (ઈસ્ટ)ના રાજાવાડીમાં આવેલી કર્મા સંકલ્પ સોસાયટીના રહેવાસી નિમેશ શાહે ‘મિડ-ડે’ને અદાણી ઈલેક્ટ્રિસિટીમુંબઈ લિમિટેડના રેઢિયાળ કારોબારની ફરિયાદ કરતાં કહ્યું કે ‘અમારી સોસાયટીનું બિલ ક્યારેય સમયસર આવ્યું નથી. કાં તો બે મહિના પછી આવે છે અને કાંï તો બિલ ભરવાની તારીખ ગયા પછી અમને બિલ મળે છે. અમે છેલ્લા ચાર મહિનાથી લેટ ચાર્જનો ભોગ બની રહ્યા છીએ. અમે ડિસ્કાઉન્ટ તો મેળવી શકતા નથી, ઉપરથી પેનલ્ટી ભરીએ છીએ.’

વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ડિજિટલ ઇન્ડિયા બનાવવાની ખ્વાહિશ કદાચ અદાણી ઈલેક્ટ્રિસિટીમુંબઈ લિમિટેડ પૂરી કરશે એવું અમને દેખાય છે. આ સંદર્ભે કામા લેનમાં રહેતા અક્ષય શાહે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મારે ક્યારેય પેનલ્ટી ભરવી નથી પડી, કારણ કે હું બિલ ઑનલાઇન ડાઉનલોડ કરીને ભરી દઉં છું. જોકે બધા લોકો માટે આ પ્રક્રિયા સરળ નથી એટલે છેલ્લા ચાર મહિનાથી હું બિલ ઘરે મળતું ન હોવાની અદાણીમાં ફરિયાદ કરતો રહ્યો છું. મારી ચાર ફરિયાદ પછી એકાદ વાર મારા ઘરે બિલ આવી ગયું હતું છતાં કંપનીના એક અધિકારી તરફથી મને એવો જવાબ મYયો હતો કે હજી અમારી કુરિયર સર્વિસ સેટ નથી થઈ એને લીધે લોકોને આ સમસ્યાનો સામનો કરવો પડે છે. અમને ઈ-મેઇલ ઍડ્રેસ આપો એટલે અમે તમને ઈ-મેઇલથી બિલ મોકલી આપીશું. નવાઈની વાત એ છે કે કંપની જ્યારે જાણે છે કે તેમની કુરિયર સર્વિસ સેટ થઈ નથી. તો જ્યાં સુધી એ સેટ ન થાય ત્યાં સુધી કંપનીએ લેટ ચાર્જ લેવાનું બંધ કરવું જોઈએ.’

કંપની શું કહે છે?

અદાણી ઈલેક્ટ્રિસિટીમુંબઈ લિમિટેડ ઘાટકોપરના બિલિંગ ડિપાર્ટમેન્ટના અધિકારી મ્હાત્રેએ બિલ ઘરે પહોંચાડવાની સમસ્યા સંદર્ભે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આ બાબતમાં  અમારી પાસે અનેક ફરિયાદો આવી રહી છે. અમે એનો ઉકેલ લાવવા માટેના પ્રયાસ કરી રહ્યા છીએ. અમારી કુરિયર સર્વિસ હજી સેટ થઈ ન હોવાથી અમારા ગ્રાહકોએ આ સમસ્યા ભોગવવી પડે છે. અમને ગ્રાહકોની ફરિયાદ મળતાં કુરિયર સર્વિસને ફૉલોઅપ કરીએ છીએ. જોકે આમ છતાં આ સમસ્યા જેમ બને એïમ વહેલી તકે ઉકેલવા અમે કટિબદ્ધ છીએ.’

mumbai mumbai news gujarati mid-day