માર્ચ મહિનાની વધુ એક હીટવેવ માટે તૈયાર રહેજો

23 March, 2026 11:46 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

યલો અલર્ટ આજે થાણે, મુંબઈ અને પાલઘરમાં

પ્રતીકાત્મક તસવીર

હવામાન ખાતાએ મુંબઈ, થાણે અને પાલઘરમાં આજથી બે દિવસ ગરમી વધવાના સંકેત આપ્યા છે. સોમવારે મુંબઈ અને એની આસપાસના વિસ્તારોમાં ગરમ ​​અને ભેજવાળા હવામાનની આગાહી કરી છે. માર્ચ મહિનામાં ફરી એક વાર હીટવેવની આગાહી સાથે આજે મુંબઈમાં યલો અલર્ટ આપવામાં આવી છે. આજે મહત્તમ તાપમાન ૩૭ ડિગ્રીએ પહોંચવાની શક્યતા છે.
મહારાષ્ટ્રના રાયગડ, રત્નાગિરિ અને સિંધુદુર્ગ સહિત કેટલાક ભાગોમાં પણ આજે યલો અલર્ટ છે. તો અહિલ્યાનગર, પુણે, સાતારા, સાંગલી, સોલાપુર, લાતુર અને ધારાશિવ સહિતના જિલ્લાઓમાં વીજળી પડવાની સાથે વાવાઝોડા અને વરસાદની આગાહી છે.

સેન્ટ્રલ પૉલ્યુશન કન્ટ્રોલ બોર્ડ (CPCB)ની સમીર ઍપના જણાવ્યા અનુસાર મુંબઈનો ઍર ક્વૉલિટી ઇન્ડેક્સ (AQI) રવિવારે ૭૮ રહ્યો હતો.

શહેરના કેટલાક ભાગોમાં AQI આટલો રહ્યો

બાંદરા-કુર્લા કૉમ્પ્લેક્સ    ૮૯ 
બોરીવલી    ૯૩
ભાયખલા    ૮૪
મલાડ-વેસ્ટ    ૭૮ 
અંધેરી    ૧૧૦ 
દેવનાર    ૧૦૩ 
કોલાબા    ૭૧

mumbai news mumbai Weather Update mumbai weather indian meteorological department thane palghar