14 August, 2025 07:01 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
ફાઇલ તસવીર
મુંબઈ (Mumbai) અને ઉપનગરમાં આજે સવારથી વરસાદનું ફરી આગમન થયું છે. ત્યારે આવનાર લૉન્ગ વીકએન્ડમાં વરસાદ તો રજા નહીં પાડે તેવું લાગે છે. દરમિયાન હવામાન વિભાગ (Weather Department)એ આગામી ૪૮ કલાક મુંબઈ શહેર અને ઉપનગરોમાં મધ્યમ વરસાદ અને વીજળી સાથે વાવાઝોડાની આગાહી (Mumbai Weather Updates) કરી છે. જ્યારે આવનારા ચાર દિવસ માટે ‘યલો એલર્ટ’ (Yellow Alert in Mumbai) જાહેર કર્યુઁ છે.
ભારતીય હવામાન વિભાગ (India Meteorological Department)એ આગામી ચાર દિવસ માટે મુંબઈ, થાણે (Thane), પાલઘર (Palghar) અને રાયગઢ (Raigad) જિલ્લાઓને ‘યલો એલર્ટ’ હેઠળમાં મુક્યા છે. મુંબઈ અને તેના મેટ્રોપોલિટન વિસ્તારોમાં વીજળીના કડાકા, મધ્યમથી ભારે વરસાદ અને છૂટાછવાયા સ્થળોએ તેજ પવન (૩૦થી ૪૦ કિમી પ્રતિ કલાક) સાથે વાવાઝોડાની સંભાવના છે.
આગામી ૪૮ કલાક માટે મુંબઈ શહેર અને ઉપનગરો માટે સ્થાનિક હવામાન આગાહી મુજબ, આકાશ સામાન્ય રીતે વાદળછાયું રહેશે અને મધ્યમ વરસાદ અને વીજળી સાથે વાવાઝોડાની શક્યતા રહેશે. મહત્તમ અને લઘુત્તમ તાપમાન અનુક્રમે ૩૦ ડિગ્રી સેલ્સિયસ અને ૨૫ ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેશે.
આગામી બે દિવસ માટે રાજ્યના ઘણા જિલ્લાઓમાં મધ્યમથી ભારે વરસાદ માટે યલો એલર્ટ હેઠળ મૂકવામાં આવ્યા છે. જેમાં રત્નાગિરી (Ratnagiri), પુણે (Pune), સતારા (Satara), મરાઠવાડા (Marathwada) ક્ષેત્રના કેટલાક ભાગો વગેરેનો સમાવેશ થાય છે. જ્યારે વિદર્ભ (Vidharbha) ક્ષેત્રના ઘણા જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદ માટે ‘ઓરેન્જ એલર્ટ’ (Orange Alert) હેઠળ મૂકવામાં આવ્યા છે.
તમને જણાવી દઈએ કે, ૧ જૂનથી, મુંબઈની કોલાબા (Colaba) વેધશાળામાં ૧,૦૧૫ મીમી અને સાંતાક્રુઝ (Santacruz) વેધશાળામાં ૧,૩૭૪.૫ મીમી વરસાદ નોંધાયો છે. ચોમાસાના પહેલા બે મહિનાની સરખામણીમાં આ મહિને મુંબઈ અને મુંબઈ મેટ્રોપોલિટન રિજન - એમએમઆર (Mumbai Metropolitan Region – MMR)માં વરસાદની પ્રવૃત્તિ ઓછી છે. જોકે, આઇએમડીએ સપ્ટેમ્બરમાં ફરી વરસાદ શરૂ થવાની આગાહી કરી છે.
મુંબઈના જળાશયોમાં પાણીનો જથ્થો વધીને ૮૯.૨૧ ટકા થયો
મુંબઈને પીવાનું પાણી પૂરું પાડતા સાત જળાશયોમાં પાણીનું સ્તર તેમના કેચમેન્ટ વિસ્તારોમાં ભારે વરસાદને કારણે વધ્યું છે. બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (Brihanmumbai Municipal Corporation - BMC)ના ડેટા અનુસાર, શહેરને પાણી પૂરું પાડતા સાત જળાશયોમાં સંયુક્ત પાણીનો જથ્થો હવે ૮૯.૨૧ ટકા છે. આજે બુધવાર ૧૩ ઓગસ્ટ)ના રોજ બીએમસીના જણાવ્યા મુજબ, આ જળાશયોમાં સંયુક્ત પાણીનો જથ્થો ૧૨,૯૧,૧૨૯ મિલિયન લિટર છે, જે તેમની કુલ ક્ષમતાના ૮૯.૨૧ ટકા છે.
શહેરને પાણી પૂરું પાડતા તળાવોમાં મોડક સાગર (Modak Sagar)માં ૯૨.૬૪%, વિહાર (Vihar)માં ૭૫.૬૦%, તુલસી (Tulsi)માં ૮૫.૫૦% જ્થથો છે. જ્યારે ભાત્સા (Bhatsa)માં ૮૭.૬૧%, અપર વૈતરણા (Upper Vaitarna)માં ૮૩.૬૩%, મધ્ય વૈતરણા (Middle Vaitarna)માં ૯૪.૦૪% અને તાનસા (Tansa)માં ૯૭.૮૦% પાણીનો સંગ્રહ છે.