વરસાદની રાહ વચ્ચે મુંબઈ અને આસપાસના વિસ્તારોમાં યલો અલર્ટ

09 June, 2026 10:34 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આજે શહેરનું મહત્તમ તાપમાન એક ડિગ્રી ઘટીને ૩૪ ડિગ્રી સેલ્સિયસ રહેશે

ફાઇલ તસવીર

હવામાન ખાતાએ આજે મંગળવારે મુંબઈ, થાણે અને રાયગડ માટે યલો અલર્ટ જાહેર કરી છે. આ દરમ્યાન મુંબઈમાં હળવો વરસાદ અને વીજળીની આગાહી કરવામાં આવી છે. નૈઋત્યનું ચોમાસું 
ધીમે-ધીમે આખા મહારાષ્ટ્રમાં બેસી રહ્યું છે અને ૧૫ જૂન સુધી મુંબઈમાં ચોમાસું બરાબર બેસે એવી શક્યતા હવામાન ખાતા તરફથી વ્યક્ત કરવામાં આવી છે. સોમવારે વહેલી સવારે મુંબઈના અમુક વિસ્તારોમાં વરસાદનાં આછાં ઝાપટાં અનુભવાયાં હતાં, પરંતુ એના કારણે ગરમીમાં કોઈ રાહત મળી નહોતી. સોમવારે પણ શહેરનું મહત્તમ તાપમાન ૩૫ ડિગ્રી સેલ્સિયસ અને લઘુતમ તાપમાન ૨૮ ડિગ્રી સેલ્સિયસ રહ્યું હતું. જોકે આજે શહેરનું મહત્તમ તાપમાન એક ડિગ્રી સેલ્સિયસ ઘટીને ૩૪ રહેશે તથા લઘુતમ તાપમાન સોમવારની જેમ ૨૮ ડિગ્રી સેલ્સિયસે યથાવત્ રહેશે.

mumbai monsoon mumbai rains mumbai weather Weather Update indian meteorological department mumbai mumbai news thane raigad maharashtra news maharashtra