મુંબઈમાં આજે અને આવતી કાલે ફરી યલો અલર્ટ

13 March, 2026 08:53 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આજે ફરી એક વાર તાપમાનાનો પારો ૩૮ ડિગ્રી સુધી પહોંચી જાય એવી શક્યતા

ફાઇલ તસવીર

હવામાન ખાતાએ ફરી એક વાર પાલઘર, મુંબઈ, થાણે અને રાયગડ વિસ્તારમાં કેટલીક જગ્યાએ હીટવેવ આવવાની અને ગરમી વધવાની શક્યતાઓ દર્શાવીને બે દિવસ માટે યલો અલર્ટ જાહેર કરી છે. ગઈ કાલે મુંબઈમાં ૩૩.૧ ડિગ્રી તાપમાન નોંધાયું હતું, પણ આજે ફરી એક વાર તાપમાનાનો પારો ૩૮ ડિગ્રી સુધી પહોંચી જાય એવી શક્યતા દર્શાવી છે. આમ બે દિવસ ૩૩-૩૪ની આસપાસ રહેલો પારો આજે ફરી ઉપર જવાની શક્યતા છે.      

બીજી બાજુ રાજ્યના કોલ્હાપુર, સાતારા, સાંગલીના ઘાટ વિસ્તારોમાં આવતી કાલથી બે દિવસ વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદ તૂટી પડવાની શક્યતા દર્શાવાઈ છે. ૩૦-૪૦ કિલોમિટર પ્રતિ​ કલાકની ઝડપે પવન પણ ફૂંકાશે.  

ગઈ કાલે મુંબઈના વિસ્તારોનું તાપમાન

વિક્રોલી : ૩૬.૯ ડિગ્રી, રામ મંદિ ર: ૩૬.૨ ડિગ્રી, વિદ્યા વિહાર: ૩૪.૫ ડિગ્રી, ભાયખલા : ૩૪.૧ ડિગ્રી, તાતા પાવર ચેમ્બુર : ૩૩.૪ ડિગ્રી, દહિસર : ૩૩ ડિગ્રી   

Weather Update mumbai weather indian meteorological department mumbai thane palghar raigad kolhapur satara sangli mumbai news maharashtra news maharashtra