Covid-19 Impact: બૉમ્બે હાઇકૉર્ટમાં 4 જાન્યુઆરીથી થશે વર્ચ્યુઅલ સુનાવણી

04 January, 2022 01:30 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

આ બેઠકમાં બૃહન્મુંબઇ નગર નિગમ (બીએમસી)ના પ્રમુખ ઇકબાલ સિંહ ચહલ પણ સામેલ થયા હતા.

તસવીર સૌજન્ય મિડ-ડે

મુંબઇમાં કોવિડ-19 કેસની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખતા હવે બૉમ્બે હાઇકૉર્ટની પ્રિન્સિપલ બેન્ચ 4 જાન્યુઆરીથી વર્ચ્યુઅલ સુનાવણી કરશે. બાર અને બેન્ચ પ્રમાણે, બધા ઉચ્ચ ન્યાયાલય બાર એસોસિએશનોની સાથે ઉચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશોની પ્રશાસનિક સમિતિ દ્વારા બેઠક બોલાવવામાં આવી હતી. આ બેઠકમાં બૃહન્મુંબઇ નગર નિગમ (બીએમસી)ના પ્રમુખ ઇકબાલ સિંહ ચહલ પણ સામેલ થયા હતા.

બૉમ્બે હાઇ કૉર્ટના એક વરિષ્ઠ ન્યાયાધીશ ન્યાયમૂર્તિ એએ સૈયદે 31 ડિસેમ્બરના એક બેઠકની અધ્યક્ષતા કરી, જ્યાં આ નિર્ણય લેવામાં આવ્યો કે બારના બધા જ સભ્યોને ઉચ્ચ ન્યાયાલયમાં આવવાની જરૂર નહીં હોય. જ્યાં સુધી આવશ્યકતા ન હોય, તેને પોતાના સહાયકો અને ઇન્ટર્નને કૉર્ટમાં ન મોકલવા જોઈએ.

બેઠકમાં અતિરિક્ત નગર આયુક્ત સુરેશ કાકાણી અને સ્વાસ્થ્ય આયુક્ત રામાસ્વામી પણ હાજર હતા. તેમણે પુષ્ઠિ કરી કે ગ્રેટર મુંબઇ નગર નિકાય અને રાજ્ય સરકાર બન્ને જ કોવિડ-19 કેસની વધતી સંખ્યાથી ઉત્પન્ન થનારા કોઈપણ શક્ય સંકટ સામે લડવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. બેઠક દરમિયાન, ચહલે કહ્યું કે છેલ્લા 48 કલાકમાં મુંબઇના કોવિડ-19 કેસ ઝડપથી વધ્યા છે. આના પરિણામે, પ્રશાસનિક સમિતિએ આભાસી મોડમાં અરજીઓ સાંભળવાનો નિર્ણય લીધો છે.

નોંધનીય છે કે મહારાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં કોરોના સંક્રમણના 2160 નવા કેસ સામે આવ્યા છે અને 11 નિધન નોંધાયા છે. રાજ્યમાં સક્રીય દર્દીઓની સંખ્યા 52422 કહેવામાં આવી છે. જેમાંથી 578 ઑમિક્રૉન સંક્રમિત છે આમાંથી 259 દર્દીઓ સ્વસ્થ થઈ ચૂક્યા છે. તો મુંબઇમાં કોરોનાના 8082 નવા કેસની પુષ્ઠિ થઈ છે અને બે સંક્રમિતોનું નિધન પણ નોંધાયું છે. 622 દર્દીઓ સ્વસ્થ થઈ ચૂક્યા છે. 37274 દર્દીઓ સક્રીય કહેવામાં આવ્યા છે. કોરોના સંક્રમણના સતત વધતા જોખમને જોતા ધોરણ એકથી 9ના વિદ્યાર્થીઓની સ્કૂલ 31 જાન્યુઆરી સુધી બંધ કરવામાં આવી છે. ધોરણ 10 અને 12  માટે સ્કૂલ ચાલુ રહેશે.

Mumbai mumbai news brihanmumbai municipal corporation coronavirus covid vaccine covid19 bombay high court