શિવાજીનગરના કોવિડ આઇસોલેશન સેન્ટરમાંથી બે આરોપી ભાગી ગયા

18 July, 2020 12:01 PM IST  |  Mumbai | Mumbai correspondent

શિવાજીનગરના કોવિડ આઇસોલેશન સેન્ટરમાંથી બે આરોપી ભાગી ગયા

દહિસરથી ગોરેગામ સુધીના વિસ્તારમાં પાલિકા દ્વારા ઘેર-ઘેર સઘન ચેકિંગ ઘણા દિવસોથી શરૂ કરવામાં આવ્યું છે, જેને કારણે આ વિસ્તારમાં કોરોનાના પ્રસારને અંકુશમાં રાખી શકાયો છે. મલાડની પઠાણવાડીમાં શાકભાજી વેચનારનું થર્મલ સ્ક્રીનિંગ કરતા હેલ્થ વર્કર. તસવીર : પી.ટી.આઇ.

ગોવંડીના શિવાજીનગરમાં આવેલા કોવિડ આઇસોલેશન સેન્ટરમાંથી પોલીસે હત્યાના પ્રયાસ અને બળાત્કારના જુદા જુદા કેસમાં પોલીસે ધરપકડ કરાયેલા બે આરોપીઓ પોલીસ કસ્ટડીમાં હતા ત્યારે તેમને કોરોના પૉઝિટિવ આવ્યા બાદ અહીં સારવાર લઈ રહ્યા હતા. તેઓ કોવિડ સેન્ટરમાંથી પલાયન થઈ ગયા હતા. પોલીસ તેમની મુંબઈ સાથે અન્ય વિસ્તારમાં શોધ ચલાવી રહી છે.

ઘટના અનુસાર આરપીએફ પોલીસ સ્ટેશને હત્યાનો પ્રયાસ અને બળાત્કારના કેસમાં ૨૦ વર્ષના સંતોષ મેઘરાજ તિવારેકર અને ૧૯ વર્ષના ઇરફાન શાકિર અલી ખાનની ધરપકડ કરી હતી. ત્યાર બાદ જુલાઈના પહેલા અઠવાડિયામાં તેઓને કોરોના પૉઝિટિવ આવ્યું હતું. આરોપીની સારવાર માટે શિવાજીનગર ગોવંડીમાં તેમને લઈ જવામાં આવ્યા હતા, ત્યાંથી ૧૩ તારીખે તેઓ પલાયન થઈ ગયા હતા.

આરસીએફ પોલીસ સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર સોપન નિગોટે જણાવ્યું હતું કે તિવારેકર એક રીઢો ગુનેગાર છે જેની ઉપર એક વ્યક્તિને છરીથી વાર કરવાનો આરોપ છે અને એની ૨૯ જૂને ધરપકડ કરવામાં આવી હતી. ખાનની પહેલી જુલાઈના રોજ ૧૭ વર્ષની યુવતી પર બળાત્કાર કરવા બદલ ધરપકડ કરવામાં આવી હતી.

આ પણ વાંચો : મેટ્રો સ્ટેશન સુધી પહોંચવા માટે MMRDA બનાવશે સ્કાયવૉક

પોલીસના કહેવા મુજબ ૧૩ જુલાઈના તિવારેકર અને ખાને કોઈ ભારી ધાતુની મદદથી તેમના રૂમના દરવાજાના તાળા તોડી નાખ્યા હતા. તેઓએ બહારથી દરવાજો પણ લૉક કરી નાખ્યો હતો. ઘટના ત્યારે પ્રકાશમાં આવી હતી જ્યારે સવારે ૯ વાગ્યે એક સ્ટાફ નાસ્તો આપવા પહોંચ્યો હતો, ત્યારે ખબર પડી કે બન્ને આરોપીઓ નાસી છૂટયા છે.

govandi mumbai mumbai news coronavirus covid19 lockdown shivajinagar