આરે કૉલોનીમાં ટ્રાવેલ કરવું બનશે પીડામુક્ત

04 February, 2021 09:20 AM IST  |  Mumbai | Ranjeet Jadhav

આરે કૉલોનીમાં ટ્રાવેલ કરવું બનશે પીડામુક્ત

ગત ચોમાસા દરમિયાન આરેની અંદરના માર્ગોની સ્થિતિ તદ્દન કંગાળ થઈ ગઈ હતી.

છેલ્લા ઘણા સમયથી આરેમાંથી પસાર થવું મોટરિસ્ટો માટે માથાનો દુખાવો બની ગયું છે, પણ તેમના માટે ગુડ ન્યુઝ એ છે કે આખરે આ ખાબડ-ટેકરાવાળા રોડનું સમારકામ હાથ ધરવામાં આવશે. આરે કૉલોનીના આ માર્ગોનું ચોમાસા પહેલાં સમારકામ થાય તેવી શક્યતા છે, પણ આ ખુશખબરથી ત્યાંના રહેવાસીઓ ખાસ આનંદિત થયા હોય તેમ જણાતું નથી.

આરેમાંથી પસાર થતો મુખ્ય માર્ગ ગોરેગામને મરોલ અને પવઈ સાથે જોડે છે અને એની જાળવણી બીએમસી દ્વારા કરવામાં આવે છે.

આરેના રહેવાસી વસીમ અથાનિયાએ જણાવ્યું હતું કે ‘અંદરના માર્ગો વર્ષોથી કંગાળ અવસ્થા ધરાવે છે અને સમારકામ કરવાથી કશું નહીં વળે. ઑથોરિટીએ લાંબું આયુષ્ય ધરાવતા અને સરળતાથી ખાડા ન પડે એવા કૉન્ક્રીટના માર્ગો બાંધવા જોઈએ.’

યુનિટ-૯ અને યુનિટ-૨૪ની વચ્ચે રહેનારા સ્થાનિકો તેમની આસપાસના માર્ગોને રિપેર સુધ્ધાં નહીં કરાય એ વાતથી નારાજ છે. યુનિટ-૧૫ના એક સ્થાનિકે જણાવ્યું હતું કે ‘અમને સમજાતું નથી કે અમારા માર્ગોની હાલત દયનીય હોવા છતાં શા માટે ચોક્કસ માર્ગો જ રિપેર કરાશે? જો કોઈ વ્યક્તિ આ એરિયાના માર્ગોની મુલાકાત લે તો તેને અહીં રોડ છે કે કેમ એની નવાઈ લાગશે.’

પબ્લિક વર્ક્સ ડિપાર્ટમેન્ટના પ્રોજેક્ટમાં આરેની અંદરના ડેરીના બાંધકામ અને સરકારી સ્ટાફ ક્વૉર્ટર્સના રિપેરિંગનો પણ સમાવેશ થાય છે.

ranjeet jadhav aarey colony mumbai mumbai news maharashtra