વર્ષના અંત સુધીમાં ૪ મેટ્રો લાઇન આંશિક રીતે શરૂ થવાની શક્યતા

31 July, 2025 06:57 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

અત્યારે ૪ લાઇન કાર્યરત છે જે કુલ મળી ૫૮.૯ કિલોમીટરનું અંતર કવર કરે છે, બીજી આઠ મેટ્રો ચાલુ​ થતાં ૧૬૫.૭ કિલોમીટર સુધીની કનેક્ટિવિટી વિકસી શકશે.

પ્રતીકાત્મક તસવીર

મુંબઈમાં લોકલ ટ્રેન અને બૃહન્મુંબઈ ઇલેક્ટ્રિક સપ્લાય ઍન્ડ ટ્રાન્સપોર્ટ (BEST) સૌથી વધુ વપરાતાં પબ્લિક ટ્રાન્સપોર્ટનાં માધ્યમ છે એમાં હવે ધીમે-ધીમે મેટ્રો પણ એનો ફાળો નોંધાવી રહી છે. મુંબઈ મેટ્રોપૉલિટન રીજન (MMR)માં ૧૪ મેટ્રો લાઇનનું જાળું વિકસાવી રહેલી મુંબઈ મેટ્રોપૉલિટન રીજન ડેવલપમેન્ટ ઑથોરિટી (MMRDA) આ વર્ષના અંત સુધીમાં નવી ૪ મેટ્રો લાઇન ઍટ લીસ્ટ આંશિક રીતે શરૂ કરે એવી શક્યતા છે. અત્યારે ૪ લાઇન કાર્યરત છે જે કુલ મળી ૫૮.૯ કિલોમીટરનું અંતર કવર કરે છે, બીજી આઠ મેટ્રો ચાલુ​ થતાં ૧૬૫.૭ કિલોમીટર સુધીની કનેક્ટિવિટી વિકસી શકશે.

મુખ્ય કેટલીક લાઇનનું કામ કેટલે સુધી પહોંચ્યું?

મેટ્રો-9 (રેડ લાઇન) : દહિસરથી મીરા રોડ

ક્યારે શરૂ થશે? :  ડિસેમ્બર ૨૦૨૫માં દહિસરથી કાશીગાવ સુધી (૪.૫ કિલોમીટર)

અત્યારની શું પરિસ્થિતિ? : ૯૮ ટકા કામ પૂરું થઈ ગયું છે. 

મેટ્રો- ‍2B (યલો લાઇન): ડી. એન. નગરથી મંડાલે વાયા BKC અને કુર્લા.

ક્યારે શરૂ થશે? : ડિસેમ્બર ૨૦૨૫ (મંડાલેથી ડાયમન્ડ ગાર્ડન ચેમ્બુર સુધી, ૫.૪ કિલોમીટર)

અત્યારે શું પરિસ્થિતિ? : ૭૮ ટકા કામ પૂરું થઈ ગયું છે.

મેટ્રો - 3 (ઍક્વા લાઇન): આરેથી કફ પરેડ (અન્ડરગ્રાઉન્ડ)

ક્યારે શરૂ થશે? : ઑગસ્ટ ૨૦૨૫ (કફ પરેડથી આચાર્ય અત્રે ચોક, ૧૧.૫૭ કિલોમીટર)

અત્યારે શું પરિસ્થિતિ? : ૯૯.૮૬ ટકા કામ પતી ગયું છે.

મેટ્રો – 4 અને 4A (ગ્રીન લાઇન):  વડાલાથી કાસારવડવલી અને ગાયમુખ

ક્યારે શરૂ થશે? : ૨૦૨૬ની શરૂઆતમાં (ગાયમુખથી કૅડબરી જંક્શન)

અત્યારે શું પરિસ્થિતિ? : ૮૪ ટકા કામ પતી ગયું છે.

પબ્લિક ટ્રાન્સપોર્ટમાં બધે વાપરી શકાય એવી એક ઍપ આવી રહી છે

મુંબઈ મેટ્રોપૉલિટન રીજન (MMR)ની ૧૧ પબ્લિક ટ્રાન્સપોર્ટ સિસ્ટમમાં ચાલી શકે એવી મુંબઈ વન ઍપ વિકસાવવામાં આવી રહી છે જેમાં સેન્ટ્રલ રેલવે, હાર્બર રેલવે, ટ્રાન્સહાર્બર, વેસ્ટર્ન રેલવે, બધી જ મેટ્રો લાઇન, મોનો રેલ, ‍BEST, થાણે મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ (TMT), કલ્યાણ-ડોમ્બિવલી મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ (KDMT), મીરા ભાઈંદર મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ (MBMT) અને નવી મુંબઈ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ (NMMT)નો સમાવેશ થાય છે.

આ ઍપમાં પ્રવાસીઓ મૅપ જોઈને તેમની મુસાફરી પ્લાન કરી શકશે. મલ્ટિમૉડલ ટ્રાવેલ કરવા છતાં એક જ QR કોડ વાપરી શકાશે. સર્વિસ અપડેટ મળતી રહેશે. સુરક્ષા માટે SOS (સેવ અવર સોલ)નું ફીચર પણ હશે. સરળતાથી ઑનલાઇન ટિકિટ લઈ શકાશે. પેપરલેસ, કૅશલેસ ટ્રાવેલ કરી શકાશે.

mumbai transport mumbai mumbai local train mumbai trains brihanmumbai electricity supply and transport news mumbai news mumbai metro