મહારાષ્ટ્ર સરકારે પ્રાઇવેટ બસોને ફુલ કૅપેસિટીથી દોડાવવાની છૂટ આપી

07 November, 2020 10:18 AM IST  |  Mumbai | Agency

મહારાષ્ટ્ર સરકારે પ્રાઇવેટ બસોને ફુલ કૅપેસિટીથી દોડાવવાની છૂટ આપી

પ્રતીકાત્મક તસવીર

મહારાષ્ટ્ર સરકારે દિવાળીની રજાઓને ધ્યાનમાં રાખીને પ્રાઇવેટ બસોને ફુલ કૅપેસિટીમાં દોડાવવાની છૂટ આપવાની સાથે કોરોના રોગચાળો ફેલાતો રોકવાના સ્ટાન્ડર્ડ ઑપરેટિંગ પ્રોસીજરની પણ જાહેરાત કરી હતી. મુસાફરોને માસ્ક વગર બસમાં બેસવા નહીં દેવાની સૂચના પ્રાઇવેટ બસ ઓપરેટર્સને રાજ્ય સરકારે આપી છે. સરકારે બસ ઓપરેટર્સને જે બસ ઉપાડવાની હોય તેની પાસે સૅનિટાઇઝર્સ તેમ જ એક્સ્ટ્રા માસ્ક્સ રાખવાની પણ સૂચના આપી છે. બસોના પરમિટ હોલ્ડર્સે વાહનના ડિસઇન્ફેક્શનનો રેકૉર્ડ રાખવાનો રહેશે. સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજરનું પાલન નહીં કરનારા પરમિટ હોલ્ડર્સ સામે કાનૂની કાર્યવાહી કરવામાં આવશે. 

mumbai mumbai news maharashtra brihanmumbai electricity supply and transport