મુંબઈમાં ટેક્સી ડ્રાઈવરો 26 સપ્ટેમ્બરથી જશે અનિશ્ચિત મુદતની હડતાળ પર, જાણો વિગત

21 September, 2022 08:16 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

દિન પ્રતિદિન ઈંધણના ભાવમાં વધારાને કારણે ટેક્સી અને રિક્ષા ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે

પ્રતીકાત્મક તસવીર

મુંબઈમાં 26 સપ્ટેમ્બરથી મુસાફરોને મુશ્કેલીનો સામનો કરવો પડશે. તેનું કારણ એ છે કે મુંબઈમાં રિક્ષા-ટેક્સી ચાલકોએ ફરી એકવાર 26 સપ્ટેમ્બરથી અનિશ્ચિત મુદ્દતની હડતાળ પર જવાની જાહેરાત કરી છે. તેમણે ઉદય સામંત પર આરોપ લગાવ્યો છે કે તેમણે પોતાનું વચન પાળ્યું નથી.

દિન પ્રતિદિન ઈંધણના ભાવમાં વધારાને કારણે ટેક્સી અને રિક્ષા ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. મુંબઈના ટેક્સી ડ્રાઈવરો ભાડામાં વધારાની માગણી માટે 15 સપ્ટેમ્બરથી અનિશ્ચિત હડતાળ પર જવાની તૈયારી કરી રહ્યા હતા કારણ કે મોટાભાગની આવક CNG માટે ચૂકવણી કરવામાં જાય છે.

જો કે, 13 સપ્ટેમ્બરના રોજ મળેલી બેઠકમાં ઉદય સામંતે વિવિધ માગણીઓ પર ચર્ચા કરી અને હડતાલ પાછી ખેંચવા વિનંતી કરી હતી. ઉદય સામંતે મીટિંગમાં આપેલી વાત ન પાળી હોવાના આક્ષેપ સાથે મુંબઈના રીક્ષા-ટેક્સી ચાલકોએ ફરી એકવાર અચોક્કસ મુદ્દતની હડતાળ પર જવાની જાહેરાત કરી છે. મુંબઈ ટેક્સીમેન્સ યુનિયને એક પરિપત્ર બહાર પાડીને આ નિર્ણયની જાહેરાત કરી છે.

આ અંગે રિક્ષા ટેક્સી યુનિયન અને સરકાર વચ્ચે વારંવાર બેઠકો થઈ હતી. પત્રવ્યવહાર થયો છે, પરંતુ સરકાર ખાતરી આપે છે, કોઈ ઉકેલ આવતો નથી. આથી રિક્ષા ટેક્સી ચાલકો હવે વિરોધ પ્રદર્શનની ભૂમિકામાં છે, જેના કારણે સામાન્ય માણસ પરેશાન થઈ રહ્યો છે. પહેલેથી જ તમામ ચીજવસ્તુઓના ભાવમાં નોંધપાત્ર વધારો થયો છે. કોરોનાની સ્થિતિ પછી સ્થિતિ કોઈક રીતે સુધરી રહી છે. સામાન્ય માણસને ખબર ન હતી કે શું કરવું. આ ઉપરાંત ભાડામાં વધારો કે રિક્ષા ટેક્સીની હડતાળ બંનેમાં સામાન્ય માણસને અસર થવાની છે.

ટેક્સી યુનિયને ભાડું 25 રૂપિયાથી વધારીને 35 રૂપિયા કરવાની માગ કરી છે. તેથી પહેલેથી જ ભાડા વધારા સહિતની મોંઘવારીથી મુંબઈગરાના ખિસ્સા પર ફટકો પડશે.

આ પણ વાંચો: ઘાટકોપરમાં ઓલા ડ્રાઈવરે રિક્ષા, ટેમ્પો, બાઇકને મારી ટક્કર; કુલ આઠ લોકો ઘાયલ

mumbai mumbai news