મુંબઈ: ઓલા-ઉબર પીક-અવર્સ દરમ્યાન મન ફાવે એવું ભાડું નહીં લઈ શકે

11 March, 2020 07:34 AM IST  |  Mumbai | Rajendra B Aklekar

મુંબઈ: ઓલા-ઉબર પીક-અવર્સ દરમ્યાન મન ફાવે એવું ભાડું નહીં લઈ શકે

પ્રતીકાત્મક તસવીર

મહારાષ્ટ્ર સરકારે ચાર સભ્યોની બી. સી. કથુઆ સમિતિનો અહેવાલ આંશિક રીતે સ્વીકારતાં ઓલા-ઉબર જેવા કૅબ અગ્રેગેટર્સ પર અનેક નિયંત્રણો આવશે. નિયંત્રણોમાં કાળી-પીળી ટૅક્સીનાં ભાડાં કરતાં ત્રણ ગણાથી વધારે ભાડું ન લેવું, ત્રણ મહિને ફરજિયાત ટ્રાન્સપોર્ટ કમિશનરની ઑફિસને રાઇડ ડેટા સુપરત કરવો વગેરે બાબતોના સમાવેશની શક્યતા છે. કાળી-પીળી ટૅક્સીઓ અને રિક્ષાઓ જેવાં વાહનોને ૧૫ વર્ષથી વધારે નહીં વાપરવાં તેમ જ ભાડાંમાં ટેલિસ્કોપિક સ્ટ્રક્ચર અપનાવવાનો સમાવેશ છે. આઇએએસ અમલદાર બી. સી. કથુઆના વડપણમાં નિયુક્ત ચાર સભ્યોની સમિતિને મહારાષ્ટ્રમાં રિક્ષા અને ટૅક્સીઓનાં ભાડાંનાં માળખાં સૂચવવાની જવાબદારી સોંપવામાં આવી હતી.

કૅબની અંદર આ રીતે માલિકની તમામ માહિતી આપવામાં આવશે

સમિતિએ કરેલાં સૂચનો વિશે સોમવારે ગવર્નમેન્ટ રેઝોલ્યુશન પાસ કરીને ટ્રાન્સપોર્ટ કમિશનને એનો અમલ કરવાનું જણાવવામાં આવ્યું હતું. સ્વીકારેલાં સૂચનોમાં ટૅક્સી કે રિક્ષા એન્ગેજ્ડ છે કે નહીં એ જણાવતાં રૂફ ટૉપ ઇન્ડિકેટર્સ, રજિસ્ટ્રેશન ડીટેલ્સનાં ડિસ્પ્લે, ટૅક્સીમાં ફાયર એક્સ્ટિંગ્વિશર અને ડ્રાઇવર્સને યુનિફૉર્મ્સ જેવી જોગવાઈઓનો સમાવેશ છે. ઍપ બેઝ્ડ ટૅક્સીઓની સિક્યૉરિટી ડિપોઝિટ ૫૦૦૦ રૂપિયાથી વધારીને ૧૦ લાખ રૂપિયા કરવામાં આવી છે જેથી સિટી ટૅક્સી સ્કીમ હેઠળ લાયક, ઉચિત અને નિષ્ઠાવંત લોકો જ લાઇસન્સ માટે અરજી કરી શકે. મોટર વેહિકલ્સ ડિપાર્ટમેન્ટે ટ્રાફિક પોલીસ અને મહાનગરપાલિકાઓના સહયોગમાં વધુ ને વધુ શૅરે ટૅક્સી રૂટ્સ અને પાર્કિંગ-લૉટ્સ શરૂ કરવાનું પણ સૂચન કરવામાં આવ્યું છે. એ ઉપરાંત મેટ્રો નેટવર્ક સક્રિય થયા પછી નવી ટ્રાફિક પૅટર્ન્સ જાણવા માટે એમએમઆરડીએના સંપર્કમાં રહેવાનું સૂચન પણ કરવામાં આવ્યું છે.


ટેલિસ્કોપિક ફેર સ્ટ્રક્ચરમાં રેગ્યુલર રેટ લાગુ કરીને દર ૮.૧ કિલોમીટરથી ૧૨ કિલોમીટરે ભાડાદરમાં ૧૫ ટકા ડિસ્કાઉન્ટ અને ૧૨ કિલોમીટરથી વધારે અંતરે મૂળ ભાડાદરમાં ૨૦ ટકા ડિસ્કાઉન્ટનો સમાવેશ છે. ઇલેક્ટ્રિક ટૅક્સીઓનું ભાડામાળખું નક્કી કરવા માટે અલગ કમિટી નિયુક્ત કરવાની અને એનું ફેર-સ્ટ્રક્ચર કાળી-પીળી ટૅક્સીઓના આધારે રાખવાની ભલામણ કરવામાં આવી છે.

1. FOR HIRE : ગ્રીન કલરમાં (a)આ પ્રકારની નિશાની આપવામાં આવશે
2. HIRED / ENGAGED : રેડ કલરમાં (x) આ પ્રકારની નિશાની આપવામાં આવશે
3. OFF DUTY : સફેક રંગમાં () આ પ્રકારની નિશાની આપવામાં આવશે, જેનો અર્થ ડ્રાઇવર આરામ કરી રહ્યો છે.

ola uber regional transport office mumbai news maharashtra rajendra aklekar