કડક સુરક્ષામાં કેવી રીતે ઘૂસ્યો : સાયન હૉસ્પિટલનો ઑફિસર સસ્પેન્ડ

09 January, 2020 02:56 PM IST  |  Mumbai | Anurag Kamble, Arita Sarkar

કડક સુરક્ષામાં કેવી રીતે ઘૂસ્યો : સાયન હૉસ્પિટલનો ઑફિસર સસ્પેન્ડ

અબ્દુલ ગફાર કાદર શેખ

૨૮ ડિસેમ્બરની રાતે લુખ્ખો-દારૂડિયો દરદીના લોહીનું સૅમ્પલ લેવાને બહાને પૈસા પડાવવા ઘૂસી જવાની ઘટનામાં સાયન હૉસ્પિટલના વહીવટીતંત્રે એક સિક્યૉરિટી ઑફિસરને સસ્પેન્ડ કર્યો હતો. ૨૮ ડિસેમ્બરની રાતે હૉસ્પિટલની સામેની ફુટપાથ પરના વડાપાંઉના સ્ટૉલ પર મદદનીશનું કામ કરતો અબ્દુલ ગફાર કાદર શેખ સાયન હૉસ્પિટલના વૉર્ડ નંબર પાંચમાં ઘૂસી ગયો હતો અને ઇન્જેક્શનની સિરિંજ વડે ડાયાબેટિક દરદી પ્રવીણ શિર્કેનું લોહી લઈને એની પત્ની પાસે ૮૦૦ રૂપિયા માગવા માંડ્યો હતો. ધારાવીના રહેવાસી શેખે ડૉક્ટર કે લૅબ ટેક્નિશ્યન પહેરે એવું એપ્રન પણ પહેર્યું નહોતું અને એના મોઢામાંથી દારૂની દુર્ગંધ આવતી હતી. એથી દરદીની પત્ની પ્રમિલાબેન અને દીકરાએ સિક્યૉરિટી ઑફિસરને બોલાવ્યો હતો અને સિક્યૉરિટી ઑફિસરે શેખને સાયન પોલીસ સ્ટેશનને સોંપી દીધો હતો.

એ ઘટના બાબતે હૉસ્પિટલના પ્રશાસને તપાસ હાથ ધરી હતી. સાયન હૉસ્પિટલના ડીન ડૉ. મોહન જોશીએ એડિશનલ ડીન અને ડિવિઝનલ સિક્યૉરિટી ઑફિસરને અલગ અલગ તપાસ કરવાનો આદેશ આપ્યો હતો. ગયા મંગળવારે સુપરત કરવામાં આવેલા તપાસના અહેવાલના અનુસંધાનમાં નાઇટ શિફ્ટના ઇન્ચાર્જ સિક્યૉરિટી ઑફિસરને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. તપાસના અહેવાલમાં સાયન હૉસ્પિટલની સિક્યૉરિટીનો અખત્યાર સંભાળતી એજન્સી પાસે દંડ વસૂલ કરવાની પણ ભલામણ કરવામાં આવી હતી. એ મુજબ હૉસ્પિટલનું વહીવટીતંત્ર સુરક્ષા રક્ષકોની બેદરકારી બદલ મહારાષ્ટ્ર સ્ટેટ સિક્યૉરિટી કૉર્પોરેશન પાસે નોંધપાત્ર પ્રમાણમાં નાણાકીય રકમનો દંડ પણ વસૂલ કરવાની વિચારણા કરે છે.

sion mumbai crime news crime branch Crime News anurag kamble