23 July, 2025 06:55 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય: મિડ-ડે)
મુંબઈના ચુનાભટ્ટી વિસ્તારમાંથી એક ખૂબ જ ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે, જ્યાં એક 10 વર્ષના સગીર છોકરા પર ત્રણ લોકોએ એકાંત જગ્યાએ બળાત્કાર ગુજાર્યો હતો. આરોપી અને પીડિત એકબીજાને પહેલાથી જ ઓળખતા હતા. આ ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં રોષનો માહોલ છે.
બે આરોપીઓ સગીર છે
આ ઘટનામાં સંડોવાયેલા ત્રણ આરોપીઓમાંથી બે સગીર છે, જેમને ડોંગરી બાળ સુધાર ગૃહમાં મોકલવામાં આવ્યા છે. જ્યારે ત્રીજા 18 વર્ષીય આરોપીની પોલીસે ધરપકડ કરી છે. તે બધા સામે સંબંધિત કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.
ઘટનાના દિવસે શું થયું હતું?
પોલીસના જણાવ્યા અનુસાર, ત્રણેય આરોપીઓ સગીર પીડિત છોકરાને ચુનાભટ્ટીના એકાંત વિસ્તારમાં લલચાવીને લઈ ગયા, જ્યાં તેઓએ એક પછી એક છોકરા સાથે શારીરિક સંબંધો બાંધ્યા. તેઓએ પીડિતને ધમકી આપીને છોડી દીધો.
ઘટના પછી જ્યારે પીડિત ઘરે પરત ફર્યો, ત્યારે તેની માતાએ તેની હાલત જોઈને તેને પૂછપરછ કરી. ઘણી સમજાવટ પછી, તેણે રડતા રડતા તેની માતાને આખી વાત કહી. આ પછી, માતાએ હિંમત બતાવીને તરત જ ચુનાભટ્ટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી.
આ કેસમાં, ભારતીય દંડ સંહિતા (BNS) ની કલમ 137 (2), 115 (2) અને 3 (5) અને POCSO એક્ટની કલમ 6 અને 10 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. કેસની ગંભીરતા જોઈને, પોલીસે ત્રણેય આરોપીઓને કસ્ટડીમાં લીધા છે અને વધુ તપાસ શરૂ કરી છે. પીડિત છોકરાનું તબીબી પરીક્ષણ કરવામાં આવ્યું છે.
દેશની આર્થિક રાજધાની મુંબઈમાં બનેલી આ અમાનવીય ઘટનાએ ફરી એકવાર શહેરની સુરક્ષા વ્યવસ્થા અને યુવાનોમાં વધી રહેલા ગુનાહિત વલણ અંગે અનેક પ્રશ્નો ઉભા કર્યા છે. સ્થાનિક લોકોએ આરોપીઓ સામે કડક કાર્યવાહીની માગ કરી છે. પોલીસે જણાવ્યું હતું કે કેસની તપાસ ચાલી રહી છે. કેસમાં વધુ માહિતી માટે આરોપીઓની પૂછપરછ કરવામાં આવી રહી છે અને તે મુજબ કાર્યવાહી કરવામાં આવશે.
તાજેતરમાં, કૉન્ગ્રેસ સ્ટુડન્ટ વિંગના અને ઓડિશા (Odisha Crime)ના નેશનલ સ્ટુડન્ટ યુનિયન ઑફ ઈન્ડિયાના પ્રેસિડેન્ટ ઉદિત પ્રધાન મોટી મુશ્કેલીમાં મુકાયા છે. ઉદિત પ્રધાને એક ગર્લ સ્ટુડન્ટ સાથે દુષ્કર્મ આચર્યું છે તે મુદ્દે તેની ધરપકડ કરવામાં આવી છે. પીડિતાએ પોલીસમાં આ મામલે ફરિયાદ નોંધાવી હતી તે અનુસાર તેઓની ધરપકડ કરી લેવાઈ છે. આ બનાવ ૧૮મી માર્ચે બન્યો હતો, પરંતુ રવિવારે ફરિયાદ નોંધાઈ હતી. અને ઉદિત પ્રધાનની ધરપકડ કરાઇ છે. ઉદિત પ્રધાનને બળાત્કારના આરોપમાં અરેસ્ટ કરવામાં તો આવ્યો છે સાથે તાત્કાલિક અસરથી સસ્પેન્ડ પણ કરાયો છે. એનએસયુઆઈએ એક નિવેદનમાં જણાવ્યું હરું કે, "વર્તમાન ઘટનાને ધ્યાનમાં રાખતાં એનએસયુઆઈ તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી ઓડિશા રાજ્ય અધ્યક્ષને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. એનએસયુઆઈ લિંગ આધારિત અન્યાય સામે ઝીરો ટોલરન્સની નીતિ ધરાવે છે. બાલાસોર પીડિતાને ન્યાય અપાવવા માટે અમારી લડાઈ ચાલુ જ રહેશે"