મુંબઈમાં આજ રાતથી 30 સપ્ટેમ્બર સુધી સેક્શન 144

17 September, 2020 08:18 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

મુંબઈમાં આજ રાતથી 30 સપ્ટેમ્બર સુધી સેક્શન 144

ફાઈલ તસવીર

મુંબઈ શહેરમાં કોરોનાનો કહેર સતત વધતો જ હોવાથી મુંબઈએ આજ રાતથી સેક્શન 144 લાદવાનો નિર્ણય લીધો છે. ડીસીપીનો આ આદેશ 30 સપ્ટેમ્બર સુધી લાગુ રહેશે.

આદેશમાં જણાવવામાં આવ્યું છે કે, મુંબઈમાં કોવિડ-19નું સંકટ સૌથી વધુ છે. કોવિડ-19ના પ્રસારને રોકવા માટે એક અથવા વધુ વ્યક્તિઓની જાહેર સ્થળોએ અથવા કોઈ પણ પ્રકારે એકઠા થવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યા છે, જેમાં ધાર્મિક સ્થળોનો પણ સમાવેશ થાય છે. જોકે ડીસીપીએ ઈશ્યૂ કરેલા આદેશમાં સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું છે કે, વર્તમાનમાં છૂટ આપવામાં આવી છે તે ચાલુ રહેશે.

આ પ્રતિબંધક આદેશ પોલીસ કમિશનરના અંકુશ હેઠળના વિસ્તારમાં લોકોની હેરફેર કે એકત્ર થવા પર પ્રતિબંધ લાદે છે. ડીસીપીના પીઆરઓએ કહ્યું કે, 31 ઑગસ્ટે રાજ્ય સરકારે જે ગાઈડલાઈન્સ ઈશ્યૂ કરી તેમાં જે છૂટછાટ આપવામાં આવી તે યથાવત્ છે.

સરકાર, અર્ધ-સરકારી એજન્સીઓના અધિકારીઓને  ડ્યૂટીમાં જવાની છૂટ છે, તેમ જ ફૂડ, શાકભાજી, કરિયાણાની દુકાનો, ડેરી અને અન્ય દુકાનો ખુલ્લી રહેશે.

mumbai police mumbai news coronavirus covid19