મુંબઈ: અંધેરીના એમઆઇડીસીમાં દીપડો દેખાતાં ફેલાયો ગભરાટ

10 August, 2020 07:05 AM IST  |  Mumbai | Ranjeet Jadhav

મુંબઈ: અંધેરીના એમઆઇડીસીમાં દીપડો દેખાતાં ફેલાયો ગભરાટ

અંધેરીના એમઆઇડીસીમાં દીપડો દેખાયો

આરે કૉલોનીથી બે કિલોમીટર દૂર આવેલા અંધેરી એમઆઇડીસી વિસ્તારમાં આવેલા એક રેસિડેન્શિયલ બિલ્ડિંગમાં રવિવારે દીપડો દેખાતાં ગભરાટ ફેલાયો હતો.

સોસાયટીના વૉચમૅને રવિવારે સવારે ૮.૩૦ વાગ્યે એ પુખ્ત દીપડાને તેમના બિલ્ડિંગની કમ્પાઉન્ડ-વૉલ પરથી કૂદીને બાજુની અવાવરું ફૅક્ટરીના કમ્પાઉન્ડમાં જતો જોયો હતો. તેણે તરત સોસાયટીના પદાધિકારીઓને જાણ કરી હતી જેમણે એમઆઇડીસી પોલીસ-સ્ટેશન અને ફૉરેસ્ટ ડિપાર્ટમેન્ટને આ વિશે જણાવ્યું હતું. ફૉરેસ્ટ ડિપાર્ટમેન્ટના ઑફિસર અને સંજય ગાંધી નૅશનલ પાર્કના ઑફિસર તેમની ટીમ લઈને ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. તેમણે દીપડાની હિલચાલ પર નજર રાખવા સીસીટીવી કૅમેરા ગોઠવ્યા છે અને એને પકડવા છટકું ગોઠવ્યું છે. સાથોસાથ આજુબાજુના વિસ્તારમાં લોકોન પૅનિક ન થવાની સલાહ આપી છે અને કહ્યું છે કે જો તમને દીપડો દેખાય તો એને છંછેડતા નહીં. ગભરાતા નહીં અને તરત અમને જાણ કરજો. એમઆઇડીસી વિસ્તારમાં દીપડો દેખાતાં લોકોમાં અચરજ ફેલાયું છે, કારણ કે આરે કૉલોનીનો જંગલ-વિસ્તાર ત્યાંથી બે કિલોમીટર દૂર છે.

andheri aarey colony mumbai news mumbai ranjeet jadhav