લો બોલો, મુંબઈ મહાબળેશ્વર જેટલું જ ઠંડું

24 January, 2023 08:55 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પુણે અને નાશિક બન્ને જે મુંબઈ કરતાં ઉચ્ચ પ્રદેશ (પ્લેટો) પર આવેલાં હોવાથી ત્યા ઠંડીનું પ્રમાણ વધુ હોય. જોકે ગઈ કાલે તો મુંબઈનું દિવસનું તાપમાન પણ પુણે અને નાસિક કરતાં ઓછું નોંધાયું હતું. 

પ્રતીકાત્મક તસવીર

મુંબઈ: ઉત્તરાયણ ગઈ પણ ઠંડી કંઈ જવાનું નામ નથી લઈ રહી. મુંબઈમાં ગઈ કાલે ઠંડી પણ વધારે હતી અને સાંજના સમયે તો ઠંડા પવનના સૂસવાટા મારતા હતા. મુંબઈગરા માટે આ વર્ષે ઠંડા-ઠંડા કૂલ-કૂલ જરા વધારે જ લંબાઈ ગયા છે. મજાની વાત એ હતી કે સામાન્ય, પણ પુણે અને નાશિક બન્ને જે મુંબઈ કરતાં ઉચ્ચ પ્રદેશ (પ્લેટો) પર આવેલાં હોવાથી ત્યા ઠંડીનું પ્રમાણ વધુ હોય. જોકે ગઈ કાલે તો મુંબઈનું દિવસનું તાપમાન પણ પુણે અને નાસિક કરતાં ઓછું નોંધાયું હતું. 
પુણેમાં ગઈ કાલે દિવસનું મૅ​ક્સિમમ તાપમાન ૩૧.૨ અને લોહગાવ ૩૧.૦ ડિગ્રી હતું, જયારે નાશિકમાં પારો ૨૮.૫ રહ્યો હતો. એ સામે ગઈ કાલે મુંબઈમાં મૅ​ક્સિમમ તાપમાન સાંતાક્રુઝમાં ૨૬.૫ નોંધાયું હતું, જ્યારે મહાબળેશ્વરનું તાપમાન પણ ગઈ કાલે ૨૫.૧ ડિગ્રી રહ્યું હતું. આમ મુંબઈ અને મહાબળેશ્વરના તાપમાનમાં બહુ નજીવો ફરક જોવા મળ્યો હતો.   

mumbai news mumbai pune nashik