મુંબઈઃ લોકલ ટ્રેનોમાં છેલ્લાં છ વર્ષમાં લૂંટ-ચોરીની ઘટનામાં ડબલ થઈ

12 April, 2019 11:13 AM IST  |  મુંબઈ | જયેશ શાહ

મુંબઈઃ લોકલ ટ્રેનોમાં છેલ્લાં છ વર્ષમાં લૂંટ-ચોરીની ઘટનામાં ડબલ થઈ

મુંબઈની ઉપનગરીય લોકલ ટ્રેનને શહેરની લાઇફલાઇન ગણવામાં આવે છે. આ ટ્રેનોમાં દરરોજ ૮૦ લાખથી વધુ પ્રવાસીઓ અવરજવર કરે છે. ય્વ્ત્ ઍક્ટિવિસ્ટ શકીલ અહેમદ શેખે છેલ્લાં ૬ વર્ષમાં ગવર્નમેન્ટ રેલવે પોલીસ (ઞ્ય્ભ્) પાસે ઉપનગરીય રેલવેમાં છેલ્લાં ૬ વર્ષમાં લંૂટની ઘટનાઓ સંબંધી જાણકારી માગી હતી એના જવાબમાં જાણવા મYયું હતું કે અપરાધ સંબંધી કુલ ૩૧૬૮ કેસ નોંધવામાં આવ્યા હતા અને આ ૬ વર્ષ દરમિયાન ૬,૯૬,૪૭,૭૬૭ રૂપિયાનો સામાન ઉપનગરીય ટ્રેનોમાંથી ચોરાયો હતો. ૨૦૧૩માં ૫૧૩, જ્યારે ૨૦૧૮માં ૯૯૪ લંૂટ-ચોરીના કેસ નોંધાયા હતા. આમ આ કેસની સંખ્યામાં લગભગ ડબલ જેટલો વધારો થયો હતો.

RTI કાર્યકર શકીલ શેખે‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મેં પોલીસ પાસે ૨૦૧૩થી ૨૦૧૮ સુધીમાં રેલવેમાં કેટલી ચોરી થઈ અને કેટલા કેસ સૉલ્વ થયા એ વિશે જાણકારી માગી હતી. રેલવે પોલીસ વિભાગના સૂચના અધિકારી અને સહાયક પોલીસ કમિશનર સુનીલ ભાભરેએ મારી ય્વ્ત્નો જવાબ આપ્યો હતો અને આ જાણકારી અનુસાર જાન્યુઆરી ૨૦૧૩થી ડિસેમ્બર ૨૦૧૮ સુધીમાં લૂંટ અને ચોરીની કુલ ૩૧૬૮ ઘટના નોંધાઈ હતી, જેમાં કુલ ૬,૯૬,૪૭,૭૬૭ રૂપિયાનો સામાન અને રોકડની ચોરી અને લૂંટ થઈ હતી, પરંતુ ફક્ત ૩,૬૪,૬૮,૫૪૨ રૂપિયાની સંપત્તિ પોલીસ જપ્ત કરી શકી છે જે કુલ ચોરાયેલા સામાન અને રોકડના પ૦ ટકા જેટલી છે.’

કઈ સાલમાં કેટલા કેસ નોંધાયા

વર્ષ        કેસ        કેસ ઉકેલાયા        સામાન ગયો         સામાન મળ્યો
૨૦૧૩      ૫૧૩            ૩૩૮            ૧,૪૭,૧૭,૯૦૪        ૬૦,૨૧,૪૧૮
૨૦૧૪      ૫૭૩            ૩૪૪            ૧,૬૬,૦૧,૪૭૪         ૬૭,૦૦,૮૧૦
૨૦૧૫      ૫૩૧            ૩૨૯            ૧,૪૬,૮૮,૨૫૧        ૬૧,૧૯,૬૮૫
૨૦૧૬         ૬૧            ૫૦             ૧૩,૯૦,૧૪૯            ૭,૭૧,૯૮૦
૨૦૧૭       ૪૯૬           ૪૫૭            ૮૫,૦૪,૦૧૦           ૬૨,૩૪,૩૧૬
૨૦૧૮        ૯૯૪          ૯૩૨            ૧,૩૭,૪૫,૯૭૯    ૧,૦૬,૨૦,૩૩૩

આ પણ વાંચોઃ મુંબઈમાં મિસ કરો છો ગુજરાતી થાળી? અહીં જઈને તમે થઈ જશો ખુશ

ય્વ્ત્ ઍક્ટિવિસ્ટ શકીલ શેખનું કહેવું છે કે ‘૨૦૧૩માં ફક્ત ૫૧૩ મામલા હતા. ૨૦૧૮માં ૯૯૪ કેસ નોંધાયા હતા. આમ છેલ્લાં ૬ વર્ષનો તફાવત જોઈએ તો ગુનાની સંખ્યા ૯૦ ટકા જેટલી વધી ગઈ છે. રેલવેમાં થતી ચોરી અને લૂંટ માટે પોલીસે વધુ સક્રિયતા બતાવવાની જરૂર છે.’

mumbai news mumbai local train