મુંબઈમાં મિસ કરો છો ગુજરાતી થાળી? અહીં જઈને તમે થઈ જશો ખુશ

Updated: 16th September, 2020 14:04 IST | Sheetal Patel
 • શ્રી ઠાકર ભોજનાલય, કાલબાદેવી જ્યારે તમે ઠાકર ભોજનાલયમાં જમવા જવાના હોય ત્યારે પેટમાં વધુ જગ્યા રાખજો. કારણ રકે અહીં થાળીમાં વેરાઈટી જ એટલી છે કે તમને ખાઈ ખાઈને થાકી જશો. ફરસાણ, શાક, દાળ, ચટણી, ઢોકળા, ખીચડી, ભાખરી, કઢી અને ઘણું બધું. અને લાસ્ટમાં ડેઝર્ટ માટે જગ્યા બચાવીને રાખજો. ખાસ કરીને શિયાળામાં અહીં મળતું ઉંધિયું ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે.

  શ્રી ઠાકર ભોજનાલય, કાલબાદેવી

  જ્યારે તમે ઠાકર ભોજનાલયમાં જમવા જવાના હોય ત્યારે પેટમાં વધુ જગ્યા રાખજો. કારણ રકે અહીં થાળીમાં વેરાઈટી જ એટલી છે કે તમને ખાઈ ખાઈને થાકી જશો. ફરસાણ, શાક, દાળ, ચટણી, ઢોકળા, ખીચડી, ભાખરી, કઢી અને ઘણું બધું. અને લાસ્ટમાં ડેઝર્ટ માટે જગ્યા બચાવીને રાખજો. ખાસ કરીને શિયાળામાં અહીં મળતું ઉંધિયું ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે.

  1/9
 • મહારાજા ભોગ મહારાજા ભોગની લોએર પરેલ, ગોરેગાંવ ઈસ્ટ, જુહુ, મલાડ વેસ્ટ અને પવઈમાં બ્રાંચ છે. મહારાજા ભોગમાં તમે એન્ટર થાઓ ત્યારથી જ તમને એકદમ ટ્રેડિશનલ એટમોસ્ફીયરનો અનુભવ થશે. અહીં નમસ્તેથી તમારું સ્વાગત કરવામાં આવશે અને તમને તમારી શાહી થાળી ખાવા જાવ એ પહેલા ગો દાન અને તુલસી ચખાડવાની પ્રથા પણ છે. મહારાજા ભોગની થાળીમાં ગુજરાત અને રાજસ્થાનની બેસ્ટ વસ્તુઓ ભેગી કરવામાં આવી છે. તમને આ થાળી જરૂર યાદ રહી થશે.

  મહારાજા ભોગ

  મહારાજા ભોગની લોએર પરેલ, ગોરેગાંવ ઈસ્ટ, જુહુ, મલાડ વેસ્ટ અને પવઈમાં બ્રાંચ છે.

  મહારાજા ભોગમાં તમે એન્ટર થાઓ ત્યારથી જ તમને એકદમ ટ્રેડિશનલ એટમોસ્ફીયરનો અનુભવ થશે. અહીં નમસ્તેથી તમારું સ્વાગત કરવામાં આવશે અને તમને તમારી શાહી થાળી ખાવા જાવ એ પહેલા ગો દાન અને તુલસી ચખાડવાની પ્રથા પણ છે. મહારાજા ભોગની થાળીમાં ગુજરાત અને રાજસ્થાનની બેસ્ટ વસ્તુઓ ભેગી કરવામાં આવી છે. તમને આ થાળી જરૂર યાદ રહી થશે.

  2/9
 • ટસ્કર્સ, BKC આ રેસ્ટોરેન્ટને જોઈને એવું લાગે કે કોઈ ફાઈન ડાઈન રેસ્ટોરેન્ટ છે. પરંતુ અહીંનું ફૂડ એકદમ ઘર જ જેવું છે. અહીંનું ગુજરાતી અને રાજસ્થાની ફૂડ આમ લિમિટેડ છે પરંતુ તેનો સ્વાદ તમે ક્યારેય ભૂલી નહીં શકો.

  ટસ્કર્સ, BKC

  આ રેસ્ટોરેન્ટને જોઈને એવું લાગે કે કોઈ ફાઈન ડાઈન રેસ્ટોરેન્ટ છે. પરંતુ અહીંનું ફૂડ એકદમ ઘર જ જેવું છે. અહીંનું ગુજરાતી અને રાજસ્થાની ફૂડ આમ લિમિટેડ છે પરંતુ તેનો સ્વાદ તમે ક્યારેય ભૂલી નહીં શકો.

  3/9
 • સમ્રાટ, ચર્ચગેટ મુંબઈના લોકોમાં ગુજરાતી થાળી માટે સમ્રાટ વર્ષોથી માનીતું નામ છે. ખાસ કરીને કઢી અને ખીચડી ખાવા માટે. ઘીથી લથપથ રોટલી, ખીચડી, બાસુંદી, રોટલો, પુરી, ફરસાણ, શ્રીખંડ, પુલાવ, તળેલા મરચાં, અડદનો પાપડ બસ આનાથી વધુ શું જોઈએ! સમ્રાટની સર્વિસ પણ ખૂબ જ સરસ છે.

  સમ્રાટ, ચર્ચગેટ

  મુંબઈના લોકોમાં ગુજરાતી થાળી માટે સમ્રાટ વર્ષોથી માનીતું નામ છે. ખાસ કરીને કઢી અને ખીચડી ખાવા માટે. ઘીથી લથપથ રોટલી, ખીચડી, બાસુંદી, રોટલો, પુરી, ફરસાણ, શ્રીખંડ, પુલાવ, તળેલા મરચાં, અડદનો પાપડ બસ આનાથી વધુ શું જોઈએ! સમ્રાટની સર્વિસ પણ ખૂબ જ સરસ છે.

  4/9
 • ગોલ્ડન સ્ટાર થાળી, ચર્ની રોડ ગુજરાતી ક્યુઝિનના ચાહકો માટે ગોલ્ડન સ્ટાર થાળી સુખ અને સ્વાદનું સરનામું છે. ખાસ કરીને જેમને શાક, દાળમાં ગળપણ ભાવે છે તેમના માટે આ ડેસ્ટિનેશન પર્ફેક્ટ છે.

  ગોલ્ડન સ્ટાર થાળી, ચર્ની રોડ

  ગુજરાતી ક્યુઝિનના ચાહકો માટે ગોલ્ડન સ્ટાર થાળી સુખ અને સ્વાદનું સરનામું છે. ખાસ કરીને જેમને શાક, દાળમાં ગળપણ ભાવે છે તેમના માટે આ ડેસ્ટિનેશન પર્ફેક્ટ છે.

  5/9
 • પંચવટી ગૌરવ પંચવટી ગૌરવની થાણે, મરીન લાઈન્સ અને પરેલમાં બ્રાન્ચ છે. પંચવટી ગૌરવની પોપ્યુલારિટી એટલી છે કે વીકેન્ડ્સમાં તો તેની બધી બ્રાંચમાં ભારે ભીડ હોય છે. પંચવટીમાં તમને બફવડા, ઢોકળા, દાલબાટી ચુરમા, દાળ, કઢી, ભાત, ખીચડી, પુરી,રોટલી અને બીજું ઘણું બધું. અને તે પણ ખિસ્સાને ભારે ન પડે તેવા ભાવમાં.

  પંચવટી ગૌરવ

  પંચવટી ગૌરવની થાણે, મરીન લાઈન્સ અને પરેલમાં બ્રાન્ચ છે.

  પંચવટી ગૌરવની પોપ્યુલારિટી એટલી છે કે વીકેન્ડ્સમાં તો તેની બધી બ્રાંચમાં ભારે ભીડ હોય છે. પંચવટીમાં તમને બફવડા, ઢોકળા, દાલબાટી ચુરમા, દાળ, કઢી, ભાત, ખીચડી, પુરી,રોટલી અને બીજું ઘણું બધું. અને તે પણ ખિસ્સાને ભારે ન પડે તેવા ભાવમાં.

  6/9
 • ચેતના, કાલા ઘોડા 1946માં સેન્ડવિચ અને કોફી કોર્નર તરીકે શરૂ થયેલી ચેતના આજે તેની મહારાષ્ટ્રીયન, રાજસ્થાની અને ગુજરાતી થાળી માટે પ્રખ્યાત છે. ચેતનાની પરંપરાગત થાળીમાં હોય છે શાક, કઠોળ, ફરસાણ, જલજીરા, જલેબી, આમરસ અને ઉંધિયું. ગુજરાતી સ્વાદના રસિયાઓને તો આ નામ સાંભળીને જ મોઢામાં પાણી આવી જશે.

  ચેતના, કાલા ઘોડા

  1946માં સેન્ડવિચ અને કોફી કોર્નર તરીકે શરૂ થયેલી ચેતના આજે તેની મહારાષ્ટ્રીયન, રાજસ્થાની અને ગુજરાતી થાળી માટે પ્રખ્યાત છે. ચેતનાની પરંપરાગત થાળીમાં હોય છે શાક, કઠોળ, ફરસાણ, જલજીરા, જલેબી, આમરસ અને ઉંધિયું. ગુજરાતી સ્વાદના રસિયાઓને તો આ નામ સાંભળીને જ મોઢામાં પાણી આવી જશે.

  7/9
 • ફ્રેન્ડ્સ યુનિયન જોશી ક્લબ, કાલબાદેવી કોઈ પણ જાતની ફેન્સી સજાવટ નહીં, માત્ર સ્વાદિષ્ટ જમવાનું, આ જ ખાસિયત છે આ જગ્યાની. ઘર જેવું જમવાનું તમને પોસાય તેવા ભાવમાં અહીંથી મળી રહેશે. અહીંની થાળીમાં કેટલીક એવી વસ્તુઓ હોય છે જે તેમનો મોટા રેસ્ટોરન્ટમાં પણ નહીં મળે. જેમકે મેથીના મુઠિયા અને લાપસી.

  ફ્રેન્ડ્સ યુનિયન જોશી ક્લબ, કાલબાદેવી

  કોઈ પણ જાતની ફેન્સી સજાવટ નહીં, માત્ર સ્વાદિષ્ટ જમવાનું, આ જ ખાસિયત છે આ જગ્યાની. ઘર જેવું જમવાનું તમને પોસાય તેવા ભાવમાં અહીંથી મળી રહેશે. અહીંની થાળીમાં કેટલીક એવી વસ્તુઓ હોય છે જે તેમનો મોટા રેસ્ટોરન્ટમાં પણ નહીં મળે. જેમકે મેથીના મુઠિયા અને લાપસી.

  8/9
 • ઠાકર્સ, ગિરગાંવ ચોપાટી સમુદ્રનો સુંદર નજારો અને ગુજરાતી થાળીની મજા. આ જ છે ઠાકર્સની વિશેષતા. અહીંની થાળી તમને તમારા પૈસાનું પુરેપુરું વળતર આપશે. ઢોકળાથી લઈને દાળ, કઢી, અલગ અલગ જાતના શાક અને ઘણું બધું. સાથે ગુજરાતીઓની ફેવરિટ છાશ તો ખરી જ.

  ઠાકર્સ, ગિરગાંવ ચોપાટી

  સમુદ્રનો સુંદર નજારો અને ગુજરાતી થાળીની મજા. આ જ છે ઠાકર્સની વિશેષતા. અહીંની થાળી તમને તમારા પૈસાનું પુરેપુરું વળતર આપશે. ઢોકળાથી લઈને દાળ, કઢી, અલગ અલગ જાતના શાક અને ઘણું બધું. સાથે ગુજરાતીઓની ફેવરિટ છાશ તો ખરી જ.

  9/9
 • loading...

ફોટોઝ વિશે

ગુજરાતી એટલે ખાવાના શોખીના લોકો. અને એમાં પણ ઘરથી દૂર હોઈએ એટલે ગુજરાતી ફૂડ પહેલા યાદ આવે. આજે અમે તમને જણાવીશું મુંબઈની એવી જગ્યાઓ જ્યાં તમને ખાવા મળશે ગુજરાતી થાળી અને તમને આવી જશે ઘરની યાદ.


(તસવીર સૌજન્યઃ મુંબઈ ફૂડીઝ, સોફ્ટેલ મુંબઈ, ગોર્મેટ ઈન્ડિયા, બર્પ, ઝોમાટો, ટ્રિપ એડવાઈઝર, ફ્રી પ્રેસ જર્નલ, ઠાકર્સ, CNN  Go)

First Published: 2nd September, 2020 15:27 IST
 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK