'હિંદુ હ્રદયસમ્રાટ' નું સંબોધન મારે માટે ન વાપરવુંઃ રાજ ઠાકરે

27 January, 2020 05:37 PM IST  | 

'હિંદુ હ્રદયસમ્રાટ' નું સંબોધન મારે માટે ન વાપરવુંઃ રાજ ઠાકરે

મુંબઇની એક રેલીમાં રાજ ઠાકરેની લાક્ષણિક તસવીર


શાસક પક્ષ શિવસેના તરફથી વિરોધનો વાયરો ઉઠ્યા બાદ, મહારાષ્ટ્ર નવ નિર્માણ સેવાનાં પ્રમુખ રાજ ઠાકરેએ સોમવારે પોતાના પક્ષનાં લોકોને સુચના આપી કે તેમને હિંદુ હ્રદય સમ્રાટ કહીને ન બોલાવવા.

"કેટલીક સોશ્યલ મીડિયા પોસ્ટમાં રાજ ઠાકરેને હિંદુ હ્રદય સમ્રાટ કહીને સંબોધવામાં આવ્યા છે.જો કે તેમણે અમને સ્પષ્ટ સુચના આપી છે કે એ બિરુદ માત્રને માત્ર સ્વર્ગીય બાળાસાહેબ ઠાકરેને જ આપી શકાય અને માટે તેમને અમારે એ ટાઇટલથી ન સંબોધવા", આવું બાલા નંદગાંવકરે મીડિયા સમક્ષ કહ્યું હતું. ટૂંક સમય માટે પક્ષની બેઠકમાં હાજરી આપવા આવેલા રાજ ઠાકરેએ પોતાના સાથીઓને આ સુચના આપી હતી. ગયા અઠવાડિયે જાહેર કરાયેલી રેલી જે 9મી ફેબ્રુઆરીએ CAA-NRC-NPRનાં વિરોધમાં યોજાશે, તેના સંદર્ભે યોજાયેલી મિટીંગમાં ઠાકરે આવ્યા હતા જ્યાં આ ચર્ચા પણ થઇ.

એમએનએનસનાં એક મોટા સમારોહમાં કેટલાક પક્ષ નેતાઓએ રાજ ઠાકરે માટે હિંદુ હ્રદય સમ્રાટ શબ્દ પ્રયોગ કર્યો અને તેમને એ બિરુદથી જ સંબોધવાની વાત કરી. આ જ દિવસે તેમના પુત્ર અમિત ઠાકરેનું રાજકારણમાં પ્રવૃત્ત પદાર્પણ પણ થયું. શિવસેનાના સ્થાપક બાળાસાહેબ ઠાકરેને હિંદુ હ્રદય સમ્રાટના બિરુદથી નવાજવામાં આવતા. એમએનએસનાં પ્રેસિડન્ટ અવિનાશ જાધવ અને અન્યોએ રાજ ઠાકરને જ્યારે હિંદુ હ્રદય સમ્રાટનું સંબોધન કર્યું ત્યારે હજારો લોકોએ તાળીઓથી આ સંબોધન વધાવી તો લીધું. 23મી જાન્યુઆરીએ બાળ ઠાકરેની 94મી જન્મ જયંતીએ યોજાયેલા મહા સમાહોરમાં આ ઘટ્યું.
જો કે શિવસેનાના એક ઉચ્ચ સ્તરીય નેતાએ એમએનએસને આ સંબોધનનો ઉપયોગ રાજ ઠાકરે માટે કરવા બદલ કવખોડ્યા અને રાજ ઠાકરે આ બિરુદને લાયક છે કે નહીં તે પહેલાં જોવા કહ્યું.
સોમવારે, રાજ ઠાકરેએ પોતાના પક્ષના સાથીઓને એમએનએસના નવા ધ્વજનું સન્માન રાખવા કહ્યું જેમાં શિવાજીની મુદ્રા છે, જો કે આ ધ્વજનો ઉપયોગ ચૂંટણી પ્રચારમાં નહીં કરાય. નંદગાંવકરે કહ્યું કે એમએનએસની રેલી આઝાદ મેદાન ખાતે યોજાશે પણ તેના રૂટ અંગેની સ્પષ્ટતા પોલીસ પરમિશન મળ્યા બાદ કરવામાં આવશે.

mumbai raj thackeray shiv sena bal thackeray