Mumbai Rains: સાંતાક્રુઝમાં નાળામાં વહી જવાથી બે ના મોત

04 August, 2020 07:44 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Mumbai Rains: સાંતાક્રુઝમાં નાળામાં વહી જવાથી બે ના મોત

તસવીર સૌજન્ય: એએનઆઈ

મુંબઈમાં સોમવાર રાતથી મુશળધાર વરસાદ પડી રહ્યો છે. જેને કારણે શહેરના નીચાણ વાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયું હતું. લોઅર પરેલ, દાદર, હિંદમાતા, કિંગ સર્કલ, સાયન, ચેંબુર, અંધેરી, સાંતાક્રુઝ, મલાડ સહિત અનેક વિસ્તારોમાં અને રોડ પર પાણી ભરાઈ ગયું હતું. શહેરમાં દસ કલાકમાં લગભગ 230 મિમી વરસાદ નોંધાતા હવામાન વિભાગે આવનારા ચોવીસ કલાક ભારે વરસાદની આગાહી કરી છે. દરમિયાન સાંતાક્રુઝ પુર્વમાં એક દુઘટના સર્જાઈ છે. જેમાં નાળામાં એક મહિલા અને ત્રણ બાળકો વહી ગયા હતા. જેમાંથી એક બાળકીને બચાવી લેવામાં આવી હતી. જ્યારે તપાસ દરમ્યાન બાકી બે જણના મૃતદેહ મળી આવ્યા હતા.

સાંતાક્રુઝ પુર્વમાં વરસાદ સતત ચાલુ જ છે. અહીં આજે સવારે વકોલા વિસ્તારમાં આવેલ ત્રિમૂર્તિ ચાલના ત્રણ ઝૂપડાઓ અચાનક ધરાશયી થયા હતા અને એક મહિલા સહિત તેના ત્રણ બાળકો પાસેના નાળામાં તણાઈ ગયા હતા.. આ નાળું તેમના ઝૂપડાઓની પાછળથી જ વહેતુ હતું. વહી ગયેલા બધા એક જ પરિવારના હતા. મહિલાની ઉંમર 35 વર્ષની આસપાસ હતી જ્યારે બાળકોની ઉંમર એકથી સાત વર્ષની હતી નાળામાં વહી ગયેલા લોકોમાંથી બે વર્ષની એક બાળકીને બચાવી લેવામાં આવી હતી અને તેને વીએન હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. રાષ્ટ્રીય ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (એનડીઆરએફ)ને તપાસ દરમ્યાન મહિલા અને દોઢ વર્ષની બાળકીનો મૃતદેહ મળ્યો હતો. જ્યારે અન્ય એક બાળકીની શોધ હજી ચાલુ છે.

આ પણ જુઓ: Mumbai Rain 2020: લેન્ડ સ્લાઇડ,તોફાની દરિયો અને પાણીમાં ડુબેલા વાહનોમાં વરસાદ જામ્યો

આ બનાવ સવારે 11.30 વાગ્યાની આસપાસ બન્યો હતો. બે ફાયર એન્જીન, એમ્બ્યુલન્સ, એનડીઆરએફના જવાનો, સ્થાનિક પોલીસ અને રાહતકાર્યની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી.

mumbai mumbai news mumbai monsoon mumbai rains santacruz