Mumbai Rains: રવિવારે મોસમનો પહેલો વરસાદ થશે,સોમવારે ભારે વરસાદની આગાહી

12 June, 2020 03:44 PM IST  |  Mumbai | Pallavi Smart

Mumbai Rains: રવિવારે મોસમનો પહેલો વરસાદ થશે,સોમવારે ભારે વરસાદની આગાહી

શહેરનાં તાપમાનમાં કોઇ ફેર નથી પડ્યો અને તે 32 ડિગ્રી સેલ્સિયસની આસપાસ કે તેથી વધુ જ રહ્યું છે, જો કે આકાશ વાદળ છાયું હતું.

કેરળમાં દક્ષિણ પશ્ચિમી વરસાદ પહોંચ્યો તેના થોડા દિવસ પછી હવે મહારાષ્ટ્રમાં પણ ચોમાસું પહોંચી રહ્યું છે, ઇન્ડિયન મિટીરિયોલોજિકલ વિભાગ એટલે કે IMD દ્વારા ગુરુવારે જાહેરાત કરાઇ હતી કે જે આબોહવા છે તે જોતા મુંબઇ સહિતનાં બાકી મહારાષ્ટ્રમાં આગામી 48 કલાકમાં જ વરસાદ શરૂ થવાની શક્યતા છે.

મુંબઇ તથા આસપાસનાં જિલ્લાઓ માટે વરસાદની ચેતવણી જાહેર કરાઇ છે અને સાથે યેલો કોડ પણ જાહેર કરાય છે કારણકે અમુક સ્થળોએ ગાજવીજ અને વાવાઝોડા સાથે ભારે વરસાદ થઇ શકે તેમ છે.

IMDની પ્રેસ રિલીઝ અનુસાર, દક્ષિણ પશ્ચિમી વરસાદ અરબી સમુદ્રનાં મધ્યે પહોંચ્યો છે સાથે ગોઆ, કોંકણ, મધ્ય મહારાષ્ટ્ર અને મરાઠવાડામાં પણ તેનું આગમન થયું છે. ચોમાસું બેસવા અંગેની પરિસ્થિતિ રચાઇ રહી છે અને ઉત્તર પશ્ચિમી હલચલ સાથે અને લો પ્રેશર સિસ્ટમ સાથે મુંબઇ સહિતનાં પશ્ચિમી કિનારે વરસાદની પુરી શક્યતાઓ છે અને આગામી બે દિવસમાં વિદર્ભ, મરાઠવાડા, મહારાષ્ટ્રની મધ્યે વરસાદ પહોંચશે તેવી વકી છે.

ઇન્ડિયા MET વિભાગના ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ કે એસ હોસાલિકરે ટ્વીટ કર્યું હતું કે ભારે વરસાદની શક્યતાઓ છે અને તેમણે કહ્યું કે, એ બહુ જરૂરી છે કે વરસાદ ઉત્તરે અઢાર અંશે આગળ વધી રહ્યો છે અને હવે હારણી, રત્નાગીરી, સોલાપુર, રામગુંડમ, જગદાલપુરી, ગોપાલપુર થઇને મહારાષ્ટ્રનાં આગામી હિસ્સાઓને 48 કલાકમાં કવર કરશે. મરાઠાવાડામાં ભારે વરસાદ શરૂ થઇ ગયો છે અને આગામી પાંચ દિવસ દરમિયાન મહારાષ્ટ્રનાં ઘણા હિસ્સાઓમાં ભારે વરસાદ પડી શકે છે. મુંબઇમા રવિવાર સુધીમાં ચોમાસું બેસે તેવી શક્યતાઓ છે અને સોમવારે ભારે વરસાદ પડશે તેમ IMD મુંબઇનાં એક અધિકારીએ જણાવ્યું હતું. જો કે શહેરનાં તાપમાનમાં કોઇ ફેર નથી પડ્યો અને તે 32 ડિગ્રી સેલ્સિયસની આસપાસ કે તેથી વધુ જ રહ્યું છે, જો કે આકાશ વાદળ છાયું હતું.

mumbai news mumbai rains indian meteorological department maharashtra