Mumbai Rains: વરસાદને કારણે લોકલ ટ્રેન સેવા ખોરવાઇ, બસના રૂટ થયા બદલી

09 June, 2021 11:54 AM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

વરસાદના પાણી થકી રેલ ટ્રેક ભરાયા છે. જેને કારણે કુર્લા અને સાયન સ્ટેશન પર મુંબઇની લોકલ ટ્રેન સેવાઓ પણ અટકાવી દેવામાં આવી.

તસવીર સૌજન્ય પ્રદીપ ધીવર

મંગળવારે પ્રી મૉનસૂનના વરસાદે મુંબઇને પાણી-પાણી કર્યો. કેટલાય વિસ્તારો જળમગ્ન થયા, જેને કારણે આવાગમન પર પણ અસર વર્તાઇ. મુંબઇના હિંદમાતામાં રસ્તાઓ પર પાણી ભરાયેલું જોવા મળ્યું. સાથે જ ખાસ તો કુર્લા અને સાયન વિસ્તારોમાં પાણી ભરાઇ ગયું છે. વરસાદના પાણી થકી રેલ ટ્રેક ભરાયા છે. જેને કારણે કુર્લા અને સાયન સ્ટેશન પર મુંબઇની લોકલ ટ્રેન સેવાઓ પણ અટકાવી દેવામાં આવી. ન્યૂઝ એજન્સીએ જણાવ્યું કે, પાટાં પર પાણી આવવાને કારણે સવારે 9 વાગ્યાથી કુર્લા અને સીએટી વચ્ચે ટ્રેન સર્વિસ બંધ છે.

આવાગમન અટકવાને લઈને સીપીઆરઓ તરફથી કહેવામાં આવ્યું છે કે, કોઇપણ પ્રકારની અનહોનીથી બચવા માટે સાવચેતી તરીકે ટ્રેન સર્વિસ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેવું પાણી ઉતરી જશે, સ્થિતિ સામાન્ય કરવામાં આવશે.

એક અધિકારીએ જણાવ્યું કે, મૉનસૂન વરસાદ થવા પર મુંબઇની લોકલ ટ્રેન સેવાઓ કુર્લા અને સીએસએમટી વચ્ચે સવારે 10 વાગ્યે બંધ કરી દેવામાં આવી, કારણકે એડમિનિસ્ટ્રેશને કોઇપણ અપ્રિય ઘટનાથી બચવા માટે સાવચેતીના પગલા રૂપે આમ કર્યું. 

દરમિયાન રોડ ટ્રાફિકને પણ જુદા વિસ્તારોમાં વાળવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. માનખુર્દ સ્ટેશનથી સાયન પનવેલ રોડ દરમિયાન પાણી ભરાઇ ગયું હોવાથી બસ નં 501, 502, 504, 505, 521, લિમિટેડ અને A-60 અને A372 મહારાષ્ટ્ર નગર ફ્લાયઓવર બ્રિજ તરફ સવારે 8.40થી વાળવામાં આવી છે. બીજા રસ્તા તરફ ક્યાંય જળભરાવ જોવા નથી મળ્યું. બેસ્ટે આ વાતની માહિતી ટ્વીટ કરીને પોતાને જ આપી છે.

દક્ષિણ-પશ્ચિમ મૉનસૂન બુધવારે મુંબઇ પહોંચ્યું છે, ઇન્ડિયન મીટરોલૉજિકલ ડિપાર્ટમેન્ટ (IMD)એ ભારે વરસાદની શરૂઆત મુંબઇમાં વહેલી પરોઢથી જ થઈ ગઈ છે.

mumbai mumbai news mumbai local train mumbai trains mumbai rains sion kurla