શનિ-રવિ સુધી ભીંજાયા કરશે મુંબઈ, સતત વરસાદની આગાહી

31 July, 2019 12:42 PM IST  |  મુંબઈ

શનિ-રવિ સુધી ભીંજાયા કરશે મુંબઈ, સતત વરસાદની આગાહી

હવામાન વિભાગે મુંબઈમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. મુંબઈના છૂટા છવાયા વિસ્તારોમાં આગામી કેટલાક દિવસોમાં ભારેથી અતિભારે વરસાદ ખાબકી શકે છે. તો આ વરસાદ વીકએન્ડ સુધી એટલે કે શનિ-રવિ સુધી ચાલુ રહેશે. મંગળવારે પણ મુંબઈમાં સતત વરસાદ ખાબક્યો હતો, જો કે છૂટાછવાયા વરસાદને કારણે પાણી ભરાવાની ઘટનાઓ સામે નથી આવી.

હવામાન વિભાગના આંકડા પ્રમાણે સવારે 8.30થી બપોરે 2.39 વાગ્યા સુધી કોલાબામાં 21.8 મિલીમીટર અને સાંતાક્રુઝમાં 21.8 મિલીમીટર વરસાદ નોંધાયો છે. તો બૃહન્ન મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનના કહેવા પ્રમામે પૂર્વ મુંબઈના વિસ્તારોમાં 44 મિલીમીટર અને વેસ્ટર્ન મુંબીના વિસ્તારોમાં 35 મિલીમીટર વરસાદ ખાબક્યો છે.

મંગળવાર સવાર સુધી મુંબઈમાં સિઝનો કુલ 72.76 ટકા વરસાદ ખાબકી ચૂક્યો છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા એક અઠવાડિયામાં મુંબઈમાં ભારે વરસાદ ખાબક્યો હતો. ખાસ કરીને થાણે અને આસપાસના વિસ્તારોમાં પાણી ભરાવાની ઘટનાઓ સામે આવી હતી. હવામાન વિભાગની આગાહી પ્રમાણે વરસાદને કારણે મુંબઈમાં લઘુત્તમ તાપમાન 25 ડિગ્રી અને મહત્તમ તાપમાન 30 ડિગ્રી સુધીનું રહેશે.

આ પણ વાંચોઃ Rajkot Rain: 24 કલાકમાં ખાબક્યો 8 ઈંચ વરસાદ, આવી પડી અસર

સ્કાયમેટની આગાહી પ્રમાણે,'અહેમદનગર, ઔરંગાબાદ, બીડ, બુલદાણા, ધૂલે, જલગાંવ, જાલના, કોલ્હાપુર, લાતુર, નંદુરબાર, નાશિક, ઓસ્માનાબાદ, પાલઘર, પરભની, પૂને, રાઈગઢ, રત્નાગિરી, સાંગલી, સતારા અને સિંધુદુર્ગમાં પવન ફૂંકાવાની સાથે સાથે ભારે વરસાદ પડી શકે છે.'

mumbai rains mumbai mumbai monsoon