Mumbai Rain Alert: મુંબઈ, થાણે, પાલઘરમાં આજે થઈ શકે છે કમોસમી ઝાપટાં, મોસમ વિભાગે આપ્યું યલો અલર્ટ

22 April, 2024 11:47 AM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Mumbai Rain Alert: મુંબઈમાં, થાણે અને રાયગઢના પડોશી જિલ્લાઓ માટે આજે હવામાન વિભાગે યલો અલર્ટ જારી કર્યું છે. ગુરુવાર સુધી ગરમ અને ભેજવાળી સ્થિતિની સંભાવના છે.

વરસાદી માહોલની પ્રતીકાત્મક તસવીર

છેલ્લા કેટલાક દિવસોથી મુંબઈમાં અસહ્ય ગરમી પડી રહી છે. આ ગરમીથી સૌ પરેશાન છે. પહેલા ક્યારેય ન પડી હોય તેવી આકરી ગરમી થતાં જ મુંબઈકરની વલે થઈ છે. પણ આ વચ્ચે જ હવામાને પલટો લીધો હતો. ગઇકાલે રવિવારે રાજ્યના સોલાપુર, અક્કલકોટ, પુણે, લાતુર, મહાબળેશ્વર, સિંધુદુર્ગ અને રત્નાગીરી વિસ્તારોમાં કમોસમી વરસાદનાં ઝાપટાં (Mumbai Rain Alert) જોવા મળ્યા હતા. 

મુંબઈ, થાણે અને રાયગડ માટે આજે યલો અલર્ટ 

મુંબઈમાં, થાણે અને રાયગઢના તેના પડોશી જિલ્લાઓ માટે આજે હવામાન વિભાગે યલો અલર્ટ (Mumbai Rain Alert) જારી કર્યું છે. ગુરુવાર સુધી ગરમ અને ભેજવાળી સ્થિતિની સંભાવના છે. પ્રાપ્ત અહેવાલો અનુસાર નાગરિકો અત્યારે ગરમ, ભેજવાળી સ્થિતિ અને અસ્વસ્થ હવામાનનો અનુભવ કરી શકશે. તેમ છતાં તાપમાન 34 - 35 ડિગ્રી સેલ્સિયસની રેન્જમાં રહેશે. જોકે આનું કારણ એ જ છે કે ફૂંકાતા પશ્ચિમી પ્રવાહો જે ઘણો ભેજ પોતાની સાથે લાવતા હોય છે. આ ભેજની હાજરી જે તે સ્થળ પર ભેજના સ્તરમાં વધારો પણ કરતી હોય છે.

કમોસમી વરસાદે ખેડૂતોને રોવડાવ્યા 

આ કમોસમી વરસાદના કારણે ખેડૂતો ઉપરાંત સામાન્ય નાગરિકો પણ લાચાર બન્યા છે. આ કમોસમી વરસાદથી પાકને ભારે નુકસાન થયું છે. 

રાજ્યના અક્કલકોટના બે ગામોમાં શનિવારે કમોસમી વરસાદને કારણે વાહનવ્યવહાર થંભી ગયો હતો. તુલજાભવાની મંદિરમાં પાણી ઘુસી ગયા હતા. તે સિવાય લાતુરમાં કરા પડતાં ખેતીને ભારે નુકસાન થયું છે. દરમિયાન કણકવલી અને સિંધુદુર્ગમાં વરસાદને કારણે કેરી અને કાજુના પાકને અસર થઈ છે. આ કમોસમી વરસાદને કારણે રાજ્યના કેટલાક વિસ્તારોમાં વીજ પુરવઠો પણ ખોરવાઈ ગયો હતો.

આજે ક્યાં ક્યાં પડી શકે છે વરસાદ?

હવામાન વિભાગે પશ્ચિમ મહારાષ્ટ્ર, વિદર્ભ, મરાઠવાડા, કોંકણ અને મધ્ય મહારાષ્ટ્રમાં કમોસમી વરસાદ (Mumbai Rain Alert)ની સંભાવના વ્યક્ત કરી છે. આ સાથે મુંબઈ, થાણે, પાલઘર, રત્નાગીરી, સિંધુદુર્ગ, જાલના અને હિંગોલી વિસ્તારોમાં કમોસમી વરસાદી ઝાપટાં પણ નોંધાઈ શકે છે. 

આ વિભાગોમાં યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે 

હવામાન વિભાગે આજે મહારાષ્ટ્રનાં પુણે, સોલાપુર, સાંગલી, ધુલે, જલગાંવ, લાતુર, ઉસ્માનાબાદ અને બીડ જિલ્લામાં વરસાદને લઈને `યલો એલર્ટ` જાહેર (Mumbai Rain Alert) કરી દીધું છે. 

દિલ્હીમાં પણ હળવા વરસાદની શક્યતા વર્તાઇ છે

એવું પણ કહેવાઈ રહ્યું છે કે દિલ્હી માટે હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી 2-3 દિવસમાં તાપમાન 38 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાની સંભાવના છે. જેના પગલે ધીમે ધીમે તાપમાનમાં 1-2 ડિગ્રીનો વધારો થઈ શકે છે, સોમવારે હળવા વરસાદની શક્યતા પણ વર્તાઇ છે. કેરળ, તમિલનાડુ અને આંધ્રપ્રદેશ માટે પણ હવામાન વિભાગે આગામી 4-5 દિવસ માટે `ગરમ અને ભેજવાળા વાતાવરણની ચેતવણી જારી કરી છે.

mumbai news mumbai mumbai rains palghar thane raigad new delhi indian meteorological department