Mumbai-Pune Expressway Tragedy: સનરાઇઝ ટ્રીપ પર ગયેલા IIT બોમ્બેના વિદ્યાર્થીઓના જીવનનો સુર્યાસ્ત!

19 March, 2026 02:32 PM IST  |  Pune | Gujarati Mid-day Online Correspondent

Mumbai-Pune Expressway Tragedy: મુંબઈ-પુણે એક્સપ્રેસ વે પર સનરાઇઝ ટ્રીપ પરથી પરત ફરતી વખતે કાર અકસ્માતમાં IIT બોમ્બેના ત્રણ વિદ્યાર્થીઓના મોત; પ્રત્યક્ષદર્શીઓના અભાવે પોલીસ ટેકનિકલ અને ફોરેન્સિક પુરાવાના આધારે કારણની તપાસ કરી રહી છે

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

ગુરુવારે લોનાવલા (Lonavala) નજીક મુંબઈ-પુણે એક્સપ્રેસ વે (Mumbai-Pune Expressway) પર ઝડપથી આવતી કાર કાબુ ગુમાવતાં અને પલટી ખાઈ જતાં ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેકનોલોજી બોમ્બે (Indian Institute of Technology Bombay - IITB)ના ત્રણ વિદ્યાર્થીઓના મોત થયા હતા.

ગુડી પાડવા ૨૦૨૬ (Gudi Padwa 2026)નિ સવારે લોનાવાલા નજીક મુંબઈ-પુણે એક્સપ્રેસ વે પર આજે એક ભયાનક અકસ્માત (Mumbai-Pune Expressway Tragedy) થયો છે. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી બોમ્બે (IITB)ના ત્રણ વિદ્યાર્થીઓ ખંડાલા (Khandala) સૂર્યોદય જોવા ગયા હતા અને પરત ફરી રહ્યા હતા ત્યારે થયેલા કાર અકસ્માતમાં મૃત્યુ પામ્યા હતા. મૃતકોની ઓળખ નાસિક (Nashik)ના રહેવાસી ઓમકુમાર બોરસે (ઉંમર ૨૩ વર્ષ), નાગપુર (Nagpur)ના રહેવાસી લે (ઉંમર ૨૦ વર્ષ) અને જયપુર (Jaipur)ના રહેવાસી શ્રેયાંશ શર્મા (ઉંમર ૨૨ વર્ષ) તરીકે થઈ છે. અકસ્માત થયો ત્યારે તેઓ ફોક્સવેગન પોલો (Volkswagen Polo)માં મુસાફરી કરી રહ્યા હતા.

પ્રાથમિક માહિતી મુજબ, ત્રણેય વિદ્યાર્થીઓ, બે મિત્રો સાથે બીજી ફોર વ્હીલરમાં મુસાફરી કરી રહ્યા હતા, તેઓ સવારે લગભગ ૫ વાગ્યે પવઈ (Powai) સ્થિત IIT બોમ્બે કેમ્પસથી નીકળીને સૂર્યોદય જોવા માટે ખંડાલા તરફ રવાના થયા હતા. જ્યારે તેઓ મુંબઈ પાછા ફરી રહ્યા હતા ત્યારે આ અકસ્માત થયો હતો.

પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે, અકસ્માતનું ચોક્કસ કારણ (3 IIT Bombay students killed in accident near Lonavala) હજી સુધી જાણી શકાયું નથી, કારણ કે ઘટનાસ્થળે કોઈ પ્રત્યક્ષદર્શી હાજર નહોતા.

એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, ‘અમે અકસ્માતનું કારણ બનેલા સંજોગોની તપાસ કરી રહ્યા છીએ. કોઈ પ્રત્યક્ષદર્શી હાજર ન હોવાથી, અમે ટેકનિકલ અને ફોરેન્સિક પુરાવા પર આધાર રાખી રહ્યા છીએ.’

મહારાષ્ટ્ર હાઇવે પોલીસ (Maharashtra Highway Police)ના અધિક સુપ્રિટેન્ડેન્ટ તાનાજી ચિકલે (Tanaji Chikale)એ જણાવ્યું હતું કે, ‘પ્રાથમિક દ્રષ્ટિએ જોતા એવું લાગે છે કે, આ દુર્ઘટના વાહન સ્પિડમાં હોવાને કારણે થઈ હોવાનું લાગે છે. સ્પિડને કારણે IIT બોમ્બેના વિદ્યાર્થીઓની કાર પલટી ગઈ હશે અને તેમાં જીવલેણ ઇજાઓ થઈ.’

અકસ્માત તરફ દોરી જતી ઘટનાઓનો ક્રમ જાણવા માટે વધુ તપાસ ચાલુ છે.

પોલીસે જણાવ્યું હતું કે, ૧૧૨ કોલ દ્વારા કટોકટી સેવાઓને અકસ્માત વિશે જાણ કરવામાં આવી હતી, જેના પગલે બચાવ ટીમો ઘટનાસ્થળે દોડી ગઈ હતી.

પીડિતોને તાત્કાલિક મૃત જાહેર કરવામાં આવ્યા હતા.

આ અકસ્માત અંગે વધુ વિગતોની રાહ જોવાઈ રહી છે.

દિલ્હી–મુંબઈ એક્સપ્રેસવે પર ભયાનક ઍક્સિડન્ટમાં પુણેના ત્રણ મિત્રોનાં મોત

રાજસ્થાન (Rajasthan)ના કોટા (Kota) જિલ્લામાં આવેલા દિલ્હી–મુંબઈ એક્સપ્રેસવે (Delhi-Mumbai Expressway) પર ગઈ કાલે સવારે થયેલા ભયાનક માર્ગ-અકસ્માતમાં પુણેના ત્રણ યુવાનોનાં મોત થયાં હતાં. મૃત્યુ પામેલા લોકોની ઓળખ ૨૧ વર્ષના સિદ્ધાંત અલહટ, પચીસ વર્ષના કુણાલ ચોરડિયા અને ૨૩ વર્ષના મયૂરેશ પડાલે તરીકે થઈ છે. ત્રણેય પુણે (Pune)ના પિંપરી-ચિંચવડ (Pimpri-Chinchwad)ના રહેવાસી હતા. પોલીસના પ્રાથમિક અનુમાન મુજબ વાહનચાલકને ઊંઘ આવી જતાં અથવા ધ્યાનભંગ થતાં આ દુર્ઘટના સર્જાઈ હશે.

road accident mumbai pune expressway pune news pune iit bombay khandala lonavla lonavala mumbai mumbai news maharashtra maharashtra news powai nashik nagpur jaipur