મુંબઈ પોલીસ હવે પાંચ રીજન અને ૧૩ને બદલે ૧૫ ઝોન હેઠળ કાર્ય કરશે

11 May, 2026 08:47 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મોટા ઝૂંપડપટ્ટી વિસ્તારો અને હાલનાં પોલીસ-સ્ટેશનો વચ્ચેના નોંધપાત્ર અંતરને ધ્યાનમાં રાખીને ૪ નવાં પોલીસ-સ્ટેશન પણ સ્થાપવામાં આવશે. 

પ્રતીકાત્મક તસવીર

મુંબઈની પોલીસ-ફોર્સમાં મોટા ઍડ્‍મિનિસ્ટ્રેટિવ ચેન્જીસ હેઠળ મહારાષ્ટ્ર સરકારે મુંબઈ પોલીસ કમિશનરેટના મોટા પાયે પુનર્ગઠનના ભાગરૂપે બે નવા પોલીસ-ઝોન બનાવવાની મંજૂરી આપી છે. ગૃહવિભાગ દ્વારા ૨૦૨૫ની ૧૨ ડિસેમ્બરે ઇશ્યુ કરાયેલા ગવર્નમેન્ટ રેઝોલ્યુશન (GR) અનુસાર પોલિસિંગને વધુ અસરકારક, સુવ્યવસ્થિત અને સિવિક-ફ્રેન્ડ્લી બનાવવાના ઉદ્દેશ સાથે મુંબઈ પોલીસનું ઝોનવાઇઝ રીસ્ટ્રક્ચર હવે અમલમાં મૂકવામાં આવ્યું છે. મુંબઈ પોલીસ હવે પાંચ રીજન અને ૧૩ને બદલે ૧૫ ઝોન હેઠળ કાર્ય કરશે.

નવા માળખા હેઠળ ઘણા પોલીસ વિભાગોનાં નામ બદલવામાં આવ્યાં છે અને પોલીસ-સ્ટેશનોને નવા બનાવેલા ઝોન હેઠળ ફરીથી વહેંચવામાં આવ્યાં છે. મોટા ઝૂંપડપટ્ટી વિસ્તારો અને હાલનાં પોલીસ-સ્ટેશનો વચ્ચેના નોંધપાત્ર અંતરને ધ્યાનમાં રાખીને ૪ નવાં પોલીસ-સ્ટેશન પણ સ્થાપવામાં આવશે. 

mumbai news mumbai mumbai police maharashtra news maharashtra mumbai suburbs