મુંબઈ પોલીસ ગુમ બાળકોનું માતા-પિતા સાથે મિલન કરાવવા ચલાવશે અભિયાન 

09 August, 2022 05:51 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

મુંબઈ પોલીસ(Mumbai Police)ટૂંક સમયમાં ગુમ થયેલા કે અપહરણ થયેલા બાળકોને તેમના પરિવાર સાથે ફરીથી જોડવા માટે `ઓપરેશન રિયુનાઈટેડ` શરૂ કરવા જઈ રહી છે.

પ્રતીકાત્મક તસવીર

મુંબઈ પોલીસ(Mumbai Police)ટૂંક સમયમાં ગુમ થયેલા કે અપહરણ થયેલા બાળકોને તેમના પરિવાર સાથે ફરીથી જોડવા માટે `ઓપરેશન રિયુનાઈટેડ` શરૂ કરવા જઈ રહી છે. એક અધિકારીએ સોમવારે આ જાણકારી આપી હતી.

તેમણે કહ્યું કે `ઓપરેશન રિયુનાઈટેડ` 15 ઓગસ્ટે 75માં સ્વતંત્રતા દિવસથી શરૂ થશે અને 15 સપ્ટેમ્બર સુધી ચાલશે. આ પહેલને સફળ બનાવવા માટે શહેર પોલીસે ગુમ થયેલા અને અપહરણ થયેલા બાળકોને શોધી કાઢવા માટે નાગરિકોની મદદ પણ લીધી છે.

અધિકારીએ જણાવ્યું હતું કે એક મહિના સુધી ચાલનારા ઓપરેશન દરમિયાન પોલીસ આવા બાળકોના માતા-પિતાને પણ શોધી કાઢશે અને તેમને તેમના પરિવારો સાથે ફરી મળવામાં મદદ કરશે.

આ સાથે જ તેમણે વધુમાં કહ્યું હતું કે પોલીસે લોકોને રેલ્વે સ્ટેશન, બસ સ્ટેન્ડ અને રસ્તાઓ પર શંકાસ્પદ હાલતમાં જોવા મળતા બાળકો અને કચરો ઉપાડતા બાળકો વિશે હેલ્પલાઈન નંબર 100 અથવા 1098 પર માહિતી આપવા અપીલ કરી છે.

mumbai news mumbai mumbai police