13 June, 2021 05:48 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક તસવીર
48 વર્ષીય અક્ષય (નામ બદલાયેલું છે)ની પત્ની સંગીતા (નામ બદલેલું છે)ને આશા નહોતી કે તેના પતિનો જીવ સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા તે મેસેજને કારણે બચી જશે, જેમાં તેના પતિએ વિશ્વને અલવિદા કહેવાની વાત કહી હતી.
અક્ષયે વૉટ્સએપ સ્ટેટસ પર `અલવિદા` લખ્યું હતું. આને સંગીતાએ જ્યારે જોયું, તો તેના હોંશ ઉડી ગયા. તેણે પતિને ફોન કર્યો, તો તેનો મોબાઇલ બંધ હતો. ત્યાર બાદ સંગીતાએ મુંબઇ પોલીસની મદદ માગી અને સ્ક્રીન શૉટ સોશિયલ મીડિયા પર વાયરલ કરી દીધો.
એક્શનમાં આવી પોલીસ
પોલીસને જેવી આ મેસેજની માહિતી મળી, તેમણે અક્ષયના મોબાઇલ નંબર પરથી તેનું લોકેશન ટ્રેસ કરવાનો પ્રયત્ન કર્યો. પોલીસે અક્ષયની લોકેશન ઘાટકોપર સ્ટેશનની નજીક મળી. સમય વ્યર્થ કર્યા વદર કન્ટ્રોલ રૂમમાંથી મળેલી સૂચના પછી ઘાટકોપર પોલીસ એક્શનમાં આવી અને ઘાટકોપર રેલવે સ્ટેશન તરફ જતા અક્ષયને પકડી લીધો. પોલીસની કાઉન્સિલિંગ તેમજ પૂછપરછમાં અક્ષયે સ્વીકાર્યું કે તે માનસિક રીકે હતાશ થઈને લોકલ સામે કૂદીને આપઘાત કરવા જઇ રહ્યો હતો. તેણે વૉટ્સએપ પર `અલવિદા` સ્ટેટસમાં સાચે લખ્યું હતું.
પોલીસે કરી કાઉન્સિલિંગ
અક્ષયને સફળ રીતે રેસ્ક્યૂ કર્યા પછી પોલીસે આ ઘટનાને અક્ષયના પરિવારજનોની તસવીર શૅર કરતા ટ્વિટર પર પોસ્ટ કરી છે, "અપડેટઃસેફ". આની સાથે જ અક્ષયને સુરક્ષિત રીતે તેના પરિવાર સાથે મળાવ્યા અને તેની કાઉન્સિલિંગ કરવાની માહિતી શૅર કરી છે. જો કે, પોલીસે અક્ષયની ખરી ઓળખ શૅર કરી નથી.
સોશિયલ મીડિયા પર થઈ રહ્યા છે વખાણ
મુંબઇ પોલીસના આ પહલાના સોશિયલ મીડિયા પર વખાણ થઈ રહ્યા છે. યૂઝર રોહન કદમે અક્ષયના પરિવારને વધામણી અને એક જીવન બચાવવા માટે પોલીસ અધિકારીઓને સન્માનિત કરવાની વાત લખી છે, જ્યારે અન્ય એક યૂઝર આદિલ મિસ્ત્રીએ લખ્યું છે કે લાખો લોકોના જીવનમાં આ પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. આ ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ બાબત છે.