ધ્વનિમર્યાદાનું પાલન કરો, રાતે ૧૦ પછી ફટાકડા ન ફોડો: મુંબઈ પોલીસ

28 October, 2019 12:42 PM IST  |  મુંબઈ

ધ્વનિમર્યાદાનું પાલન કરો, રાતે ૧૦ પછી ફટાકડા ન ફોડો: મુંબઈ પોલીસ

પ્રતિકાત્મક તસવીર

સુપ્રીમ કોર્ટે ફટાકડા કેટલી ક્ષમતાના અને કયા સમયે ફોડવા એ અંગે આદેશ બહાર પાડ્યો હોવા છતાં ગમે તે સમયે અને ઘોંઘાટિયા અવાજવાળા ફટાકડા ફોડનારાઓ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે, એવી માહિતી મુંબઈ પોલીસે આપી હતી. આ અંગે મુંબઈનાં તમામ પોલીસ સ્ટેશનને કાર્યવાહી કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો હોઈ નાગરિકોએ કોર્ટે આપેલા સમય અને ધ્વનિક્ષમતાની મર્યાદાનું પાલન કરવું, એવી અપીલ મુંબઈ પોલીસે કરી હતી.
ગણેશોત્સવ, નવરાત્રોત્સવ ત્યાર બાદ વિધાનસભા ચૂંટણી અને હવે દિવાળી માટે મુંબઈ પોલીસ કામ પર લાગી ગઈ છે. સુપ્રીમ કોર્ટે ૨૦૧૮માં ફટાકડા ફોડવા પર બંધી મૂકી હતી. ફટાકડા ફોડવા માટે રાતના ૮થી ૧૦નો સમય આપવામાં આવ્યો છે. જોકે તેમ છતાં મુંબઈમાં દિવાળીના ચાર દિવસમાં ગમે તે સમયે ફટાકડાનો ઘોંઘાટ સંભળાતો હોય છે. નાગરિકોને કોર્ટનો આદેશ ધ્યાનમાં આવે એ માટે પોલીસ દ્વારા વિવિધ માધ્યમથી જનજાગૃતિ કરવામાં આવી રહી છે. તેમ છતાં જો આદેશનું ઉલ્લંઘન કરવામાં આવતું હોવાનું ધ્યાનમાં આવશે તો ભારતીય દંડસંહિતાની ૧૮૮ની કલમ કે પછી અન્ય કલમ દ્વારા ગુનો દાખલ થઈ શકે છે કે પછી દંડ કે જેલની સજા પણ થઈ શકે છે. આને કારણે રાતના મોડેથી ફટાકડા ન ફોડો, એવી અપીલ પોલીસે નાગરિકોને કરી હતી.

આ પણ જુઓઃ સિતારાઓથી સજી એકતા કપૂરની દિવાળી પાર્ટી, જુઓ ફોટોસ

મુંબઈમાં વિવિધ માધ્યમથી આવેલી ફરિયાદ પર કાર્યવાહી કરીને મુંબઈ પોલીસે ૨૦૧૮માં ૧૦૦થી વધુ ગુના નોંધ્યા હતા. કોઈ પણ વ્યક્તિ ગમે તે સમયે ફટાકડા ન ફોડે એ માટે મુંબઈ પોલીસ તરફથી વારંવાર અપીલ કરીને જનજાગૃતિ કરવામાં આવી હતી. અમુક ઠેકાણે પોલીસે જાતે જઈને લોકોને સમજાવ્યા હતા, તેમ છતાં મોડી રાતે ફાટકડા ફોડવામાં આવતા હોવાને કારણે પોલીસે કાર્યવાહી કરી હતી.

mumbai