મુંબઈ પોલીસે રિક્રિએટ કર્યું જેમ્સ બોન્ડનું થીમ મ્યુઝિક; જુઓ ખાખી સ્ટુડિયોની કમાલ

24 August, 2021 06:07 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

જેમ્સ બોન્ડ` થીમ ટ્રેકનું કવર મુંબઈ પોલીસે તાજેતરમાં પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર મૂક્યું છે.

ડેનિયલ ક્રેગ. તસવીર/એએફપી

શહેરમાં ગુનાઓ સામે સતત લડતી મુંબઈ પોલીસ સોશિયલ મીડિયા પર લોકોને મનોરંજન પૂરું પાડવામાં પણ પાછળ રહેતી નથી. મુંબઈ પોલીસના સર્જનાત્મક અને રમૂજી ટ્વીટ્સ સહિત સોશિયલ મીડિયા પોસ્ટ્સ ઘણીવાર સમાચારોમાં છવાયેલા રહે છે. હવે મુંબઈ પોલીસે ફરી આવું જ અનોખુ કામ કર્યું છે. હોલિવૂડના જાણીતા સંગીતકાર મોન્ટી નોર્મનના `જેમ્સ બોન્ડ` થીમ ટ્રેકનું કવર તેઓએ તાજેતરમાં પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર મૂક્યું છે. ઉપરાંત તેમાં અંતમાં ડેનિયલ ક્રેગનું ‘નો ટાઇમ ટુ ડાઇ’નું ટ્વિસ્ટ પણ ઉમેર્યું છે.

મુંબઈ પોલીસના વેરિફાઈડ ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટે પોલીસ બેન્ડના પ્રદર્શનનો એક વીડિયો શેર કરી આ આઇકોનીક ફિલ્મને ટ્રિબ્યુટ આપ્યું છે. વીડિયોમાં નોર્મન દ્વારા બનાવવામાં આવેલી જેમ્સ બોન્ડ ફિલ્મના લોકપ્રિય થીમ ટ્રેકને રિક્રિએટ કરવામાં આવ્યું છે.

વર્ષ 1962ના આ થીમ ટ્રેકમાં ટ્વિસ્ટ ઉમેરીને, બેન્ડે એકીકૃત રીતે ડેનિયલ ક્રેગની નવીનતમ બોન્ડ ફિલ્મ - `નો ટાઇમ ટુ ડાઇ`નું સંગીત પણ તેમાં ઉમેર્યું છે અને તેનું પરિણામ સંપૂર્ણપણે અદભૂત છે. ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં મુંબઈ પોલીસે ફિલ્મી રીતે કેપ્શનમાં “ખાખી સ્ટુડિયો - સૂર, તાલ અને ખાખી!” પણ લખ્યું છે. જુઓ વિડિયો.

Mumbai Police james bond