Mumbai : પોલીસે 285 ચોરાયેલા 58.05 લાખ રૂપિયાની કિંમતના ફોન રિકવર કર્યા

23 September, 2021 05:14 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

સાઈબર પોલીસની વિશેષ ટુકડીએ મુંબઈમાં ચોરાયેલા 58.05 લાખની કિંમતના 285 મોબાઈલ ફોન પાછા મેળવ્યા છે.

પ્રતિકાત્મક તસવીર

સાઈબર પોલીસની વિશેષ ટુકડીએ મુંબઈમાં ચોરાયેલા 58.05 લાખની કિંમતના 285 મોબાઈલ ફોન પાછા મેળવ્યા છે.

આ ફોન ઉત્તર પ્રદેશ, બિહાર, કર્ણાટક અને ગુજરાત સહિત દેશના વિવિધ ભાગોમાંથી મેળવવામાં આવ્યા હતા. એક કિસ્સામાં દુબઈમાં પણ એક મોબાઈલ ફોન મળી આવ્યો હતો.

ચોરાયેલા ફોનને ટ્રેક કરવા માટે એક ખાસ ટુકડી બનાવવામાં આવી હતી કારણ કે સામાન્ય રીતે સ્થાનિક પોલીસ સ્ટેશન દ્વારા મોબાઈલ ફોન ચોરીના કિસ્સાઓને પ્રાથમિકતા આપવામાં આવતી નથી.

એક અધિકારીએ જણાવ્યું હતું કે ફોન શોધવા માટે ટેક્નિકલ ઇન્ટેલિજન્સ અને અન્ય સ્રોતનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

ગુરુવારે સવારે, સંયુક્ત પોલીસ કમિશનર (ગુના) મિલિંદ ભારમ્બેએ પાછા મેળવેલા કરેલા ફોન માલિકોને પરત કર્યા હતા. કેટલાક કિસ્સાઓમાં, વાસ્તવિક માલિકોને શોધવાનું પણ સંઘર્ષભર્યું છે, તેમ અધિકારીઓએ જણાવ્યું હતું.

mumbai mumbai news mumbai police mumbai crime news